મુંબઈ, 27 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,96,584 સોદાઓમાં કુલ રૂ.29,588.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,616.29 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.19959.56 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 75,504 સોદાઓમાં રૂ.7,402.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,450 અને નીચામાં રૂ.58,068 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.317 ઘટી રૂ.58,115ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.161 ઘટી રૂ.48,013 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.5,855ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.330 ઘટી રૂ.58,148ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,515 અને નીચામાં રૂ.71,064 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.447 ઘટી રૂ.71,330 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.438 ઘટી રૂ.71,411 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.442 ઘટી રૂ.71,428 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલ ઢીલુ, બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 7,193 સોદાઓમાં રૂ.,815.83 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.706.95ના ભાવે ખૂલી, રૂ.0.70 વધી રૂ.706.40 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.205.35 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.190ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.208.20 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.15 વધી રૂ.194.90 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.25 ઘટી રૂ.220.95 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં રૂ.99ની વૃદ્ધિ, કોટન-ખાંડીમાં રૂ.460નો સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 33,087 સોદાઓમાં રૂ.1,383.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,568ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,665 અને નીચામાં રૂ.7,568 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.99 વધી રૂ.7,642 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.100 વધી રૂ.7,635 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.240ના ભાવે ખૂલી, રૂ.5.20 વધી રૂ.242.30 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 4.9 વધી 242.4 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.14.75 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,960ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,000 અને નીચામાં રૂ.60,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460 વધી રૂ.60,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.90 ઘટી રૂ.915.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.9,616 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.19959 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,719.53 કરોડનાં 8,069.570 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,683.13 કરોડનાં 375.513 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.581.65 કરોડનાં 7,64,450 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.801.40 કરોડનાં 3,27,36,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.120.18 કરોડનાં 5,852 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.97 કરોડનાં 1,653 ટન તાંબાના વાયદાઓમાં રૂ.410.21 કરોડનાં 5,773 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.254.47 કરોડનાં 11,461 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.63 કરોડનાં 432 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.12.12 કરોડનાં 130.32 ટનનાં કામકાજ થયાં હતાં.