બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સે FY27ની મજબૂત શરૂઆત; Q1FY27માં આવક 40.5% વધીને રૂ. 79.14 કરોડ થઈ

અમદાવાદ, 8 ઓગસ્ટઃ: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મજબૂત કામગીરી નોંધાવી છે, જે મુખ્ય માર્કેટમાં સારી માંગ, સુધારેલ ઓપરેશનલ કાર્યક્ષમતા અને તેની લોંગ-ટર્મ ગ્રોથ સ્ટ્રેટેજીનાં સતત અમલને દર્શાવે છે.
કંપની એક ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે તેની સ્થિતિ મજબૂત કરે છે, જેને AAC વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ સહિત હાઇ-વેલ્યૂ પ્રોડક્ટ કેટેગરીમાં વિસ્તરણ દ્વારા સમર્થન આપવામાં આવે છે, સાથે સાથે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે અને સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
નાણાકીય વર્ષ 27નાં પહેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક ગત વર્ષે રૂ.56.35 કરોડની તુલનામાં વાર્ષિક ધોરણે 40.5% વધીને રૂ.79.14 કરોડ નોંધાઇ છે. કંપનીએ નાણાકીય વર્ષ 27નાં પહેલા ત્રિમાસિક ગાળામાં પ્રોફિટેબિલિટીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી, ચોખ્ખી ખોટ રૂ.71.95 લાખ નોંધાઇ, જે નાણાકીય વર્ષ 26નાં પહેલા ક્વાર્ટરમાં રૂ.4.96 કરોડ હતી. આ શિસ્તબદ્ધ અમલીકરણ, કાર્યક્ષમ કોસ્ટ મેનેજમેન્ટ અને નફાકારકતામાં સુધારો કરવા પર કંપનીનાં સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.
નાણાકીય વર્ષ 27નાં પહેલા ત્રિમાસિક ગાળા માટે EBITDA રૂ.6.28 કરોડ (EBITDA માર્જિન 7.93%) રહ્યો, જે વાર્ષિક 386%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ અપડેટેડ પ્રોડક્શન કાર્યક્ષમતા, કોસ્ટ કંટ્રોલ અને વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સનાં વધતી માંગ દ્વારા હેલ્ધી ઓપરેટિંગ માર્જિન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 27નાં પહેલા ક્વાર્ટરમાં EBITDA માર્જિન બમણાથી વધુ વધીને 7.93% થયું છે જે ગત વર્ષે 2.29% હતું. નાણાકીય વર્ષ 26નાં ચોથા ક્વાર્ટરમાં EBITDA 7.31% હતું.

ત્રિમાસિક ગાળા દરમિયાન કન્સોલિડેટેડ કેપેસિટી યુટીલાઇઝેશન 69% રહ્યું. બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કેપેસિટી યુટીલાઇઝેશન 84% હતું, જ્યારે SIAM સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે 38% યુટીલાઇઝેશન નોંધાવ્યું, જે પ્રોડક્ટ સેગમેન્ટમાં માંગમાં સતત સુધારો દર્શાવે છે.
કંપનીના ડિરેક્ટર અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) મોહિત સાબૂએ જણાવ્યું કે, “અમે નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત મજબૂત પાયા સાથે કરી છે. આ ત્રિમાસિકના પરિણામો અમારી મજબૂત નાણાકીય કામગીરીની સાથે સાથે એક ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સ કંપની બનવાની દિશામાં અમારા સ્ટ્રેટેજીક ટ્રાન્સફોર્મેશનને પણ પ્રતિબિંબિત કરે છે. સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સની વધતી માંગ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધ અમલીકરણને કારણે અમારૂ ડાયવર્સિફાઇડ બિઝનેસ મોડલ વધુ મજબૂત બન્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
