અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ AWL એગ્રી બિઝનેસ લિમિટેડ (અગાઉની અદાણી વિલ્મર લિમિટેડ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અંગ્શુ મલિકને માય એફએમ દ્વારા આયોજિત બિલ્ડીંગ ગુજરાત 2025-એલિટ એડિશન ખાતે વિઝનરી લીડર ઇન એગ્રી બિઝનેસ એન્ડ એફએમસીજીનો પ્રતિષ્ઠીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ સન્માન એગ્રી બિઝનેસ અને એફએમસીજી ક્ષેત્રને આકાર આપવામાં મલિકની અનુકરણીય લીડરશીપ અને મહત્વપૂર્ણ પ્રદાનનું પ્રમાણ છે.

29-30 ઓગસ્ટ નાં રોજ અમદાવાદમાં યોજાયેલા બે દિવસનાં આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમનાં આયોજનમાં અદાણી અંબુજા સિમેન્ટ ઉપરાંત ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં નવીનીકરણ, રોકાણ અને આર્થિક વૈવિધ્યીકરણ કરનારાં ગુજરાતનાં ઔદ્યોગિક જગતનાં ટોચનાં અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.