મુંબઈ, 12 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.47,489.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,734.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.40,748.49 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,236ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,415 અને નીચામાં રૂ.61,232ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.233 વધી રૂ.61,350ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.61,637 ખૂલી, ઉપરમાં રૂ.61,772 અને નીચામાં રૂ.61,637 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.219 વધી રૂ.61,720ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.69 ઘટી રૂ.49,627 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.6,053ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.174 વધી રૂ.61,160ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.415 વધી રૂ.72,418

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,081ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,468 અને નીચામાં રૂ.72,015ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.459 વધી રૂ.72,323ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.432 વધી રૂ.73,432 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.415 વધી રૂ.72,418 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.399 વધી રૂ.72,430 બોલાઈ રહ્યો હતો.

એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.196

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.715.10ના ભાવે ખૂલી, રૂ.1.45 વધી રૂ.715.70, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.195.60 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.183.80ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.218.60ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.196, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.184.20, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.45 વધી રૂ.218.60 થયો હતો.

ક્રૂડ તેલ રૂ.45 ડાઊન, કોટન-ખાંડીના વાયદામાં રૂ.320નો ઘટાડો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,979ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,008 અને નીચામાં રૂ.5,919ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.45 ઘટી રૂ.5,924 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.51 ઘટી રૂ.5,928 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.202ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5.40 વધી રૂ.204.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.5.60 વધી 204.40 થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,000 અને નીચામાં રૂ.56,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.320 ઘટી રૂ.56,600ના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,734 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.40,748 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,684.35 કરોડનાં 2,745 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.12.80 કરોડનાં 2,574 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.4.59 કરોડનાં 7,569 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.428.54 કરોડનાં 7,004 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,140.07 કરોડનાં 5,259 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.630.82 કરોડનાં 17,410 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.452.99 કરોડનાં 62,578 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.566.12 કરોડનાં 9,474 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.66.48 કરોડનાં 11,109 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,095.44 કરોડનાં 43,243 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.87.51 કરોડનાં 17,334 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.28 કરોડનાં 12 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.69 કરોડનાં 342 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)