શેરબજાર સાથે સંકળાયેલા 100માંથી 80 ટકાને સેન્સેક્સ 73000/ નિફ્ટી 22000 સાથે નાતાલ ઊજવવાના અભરખાં….

સેન્સેક્સ ડિસેમ્બરમાં 2070 પોઇન્ટ સુધર્યોઃ 8માંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સુધારો

DateOpenHighLowClose
1/12/2367181675646714967481
4/12/2368435689186827468865
5/12/2369168693816895569296
6/12/2369535697446939569654
7/12/2369695696956932069522
8/12/2369666698946950669825
11/12/2369925700586978269928
12/12/2370020700336944469551

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ ડિસેમ્બરના 8માંથી 6 ટ્રેડિંગ દિવસો દરમિયાન સતત સુધારાની ચાલ નોંધાવ્યા બાદ ભારતીય શેરબજારોએ મંગળવારે કરેક્શન નોંધાવ્યું છે. નબળાં તેજીવાળાનું પ્રોફીટ બુકિંગ અને નિફ્ટીએ 21000ની સપાટી નીચે બંધ આપ્યું છે. તેથી 100માંથી 20 ટકા આસપાસ રોકાણકારો માને છે કે, કરેક્શન વધશે. પરંતુ 80 ટકાને ડિસેમ્બર અંત સુધીમાં સેન્સેક્સ 73000 અને નિફ્ટી 22000 ક્રોસ કરવા સાથે ક્રિસમસ ઉજવવાના અભરખા છે. જોઇએ આગામી દિવસોમાં માર્કેટ કેવો વ્યૂહ અપનાવે છે. પરંતુ ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ કોન્સોલિડેશન પછી પુલબેકની સ્થિતિ નોંધાવી છે. સાથે સાથે 21000નું રેઝિસ્ટન્સ હજી સળંગ 3 દિવસ જાળવી રાખે તે તેજીની આગેકૂચનો માર્ગ ખૂલ્લો થઇ શકે તેમ છે.

જો બુધવારે ઇન્ટ્રા-ડે 20800ની સપાટી તૂટે તો માર્કેટમાં કરેક્શન ઘેરું બનવા સાથે 20500 સુધી ઘટવાની શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ ઇરેડા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇન્ફોસિસ, એસજેવીએન, બેન્ક ઓફ બરોડા, ટાટા કેમ.

બેન્ક નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપની રચના કરવા સાથે સપોર્ટ રેન્જ 46200- 46500 પોઇન્ટની સપાટી સપોર્ટ લેવલ્સ જણાય છે. જ્યારે રેઝિસ્ટન્સ 47500 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એનાલિસ્ટ્સ સલાહ આપી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)