Accent Microcell IPO 362 ગણો છલકાયો
Category | Shares | shares bid | (No of Times) |
QIB | 10,64,000 | 12,60,62,000 | 118.48 |
HNI/NII | 7,98,000 | 46,04,54,000 | 577.01 |
RII | 18,62,000 | 76,28,84,000 | 409.71 |
Total | 37,24,000 | 1,34,94,00,000 | 362.35 |
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ એક્સેન્ટ માઈક્રોસેલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળવા સાથે આઇપીઓ 362 ગણો છલકાયો છે. કંપનીએ રૂ5. 78.40 કરોડનો આઇપીઓ યોજ્યો હતો. તે પૈકી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર (QIB) ભાગ 119 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, HNI/NII ક્વોટા 577 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ (RII) ક્વોટા 410 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂ. 133-140 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઇ હતી. IPOમાં શેરદીઠ રૂ.10ની ફેસ વેલ્યુ સાથે 56 લાખ ઇક્વિટી શેરના તાજા ઇશ્યુનો સમાવેશ થાય છે. કંપનીના શેર્સને NSE ઇમર્જ પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે.