રાજ્ય મંત્રી ગુર્જર અને મોહોલે સહકાર મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરી
અમદાવાદ, 17 જૂનઃ સહકાર મંત્રાલયના નવનિયુક્ત સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રાલયના મિશન અને વિઝન વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી. 11 જૂનના રોજ અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો અને સાથે જ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલે સહકાર મંત્રાલયના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં, સહકાર મંત્રલાયે (ઓમઓસી) જણાવ્યું કે ગુર્જર અને મોહોલે આજે સહકાર મંત્રાલયના કાર્યાલયમાં બેઠક કરી અને મંત્રાલયની મહત્વપૂર્ણ પહેલો તથા વિઝન પર અધિકારીઓ સાથે ચર્ચા કરી. બેઠકમાં સહકાર મંત્રાવયના અધિક સચિવ પંકજ બંસલ, સંયુક્ત સચિવ આનંદ કુમાર ઝા અને નિયામક કપિલ મીણાએ ભાગ લીઘો.
11 જૂને કાર્યભાળ સંભાળ્યા બાદ, શાહે એક્સ પર પોસ્ટ કરી હતી કે સહકાર મંત્રાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝન અનુસાર ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં સતત કાર્ય કરતું રહેશે.
તેમણે પોસ્ટમાં જણાવ્યું, “અમારી સરકાર સહકારના વિચારને શક્તિ આપતા આ ક્ષેત્ર સાથે જોડાયેલ કરોડો લોકોને નવી તકો પુરી પાડી તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રતિબદ્ધ છે. મોદી 3.0માં આજે ફરીથી સહકાર મંત્રીનો કાર્યભાર સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.”
સહકાર મંત્રાલયની રચના 6 જૂલાઇ, 2021નો રોજ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ અન્ય બાબતોની સાથેસાથે દેશમાં સહકાર ચળવળને મજબૂત કરવાનો અને જમીની સ્તર સુધી તેની પહોંચને ગાઢ બનાવવી; અને સહકાર સમિતિયોને તેમની ક્ષમતાની અનુભૂતિ કરવામાં મદદ કરવા માટે યોગ્ય નીતિ, કાયાદાકીય અને સંસ્થાગત ઢાંચો તૈયાર કરવાનો છે.
મંત્રાલયની મુખ્ય પ્રવૃત્તિઓમાં સહકારી સમિતિઓ માટે ‘ઇઝ ઑફ ડુંઈંગ બિઝનેસ’ માટે પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી અને બહુ-રાજ્ય સહકારી સમિતિઓના વિકાસને સક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે.
દેશમાં 8 લાખથી વધુ સહકારી સમિતિયો છે. સહકાર મંત્રાલય દ્વારા પ્રોત્સાહિત એક સ્વાયત્ત સંસ્થા, નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ (એનસીસીટી) સહકારી ક્ષેત્રમાં સંગઠનોને પ્રોત્સાહન આપવામાં એક અગ્રણી ભૂમિકા ભજવે છે. અન્ય પ્રવૃત્તિઓ ઉપરાંત, આ ખેડૂતોમાં જાગૃતતા પેદા કરે છે અને તેમને કૌશલ્ય તાલિમ પૂરી પાડે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)