અમદાવાદ, 2 જુલાઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “બેસ્ટ બુલ ટ્રેડિંગ” અને “માસ્ટર સ્ટ્રોક” નામની કંપનીઓ સાથે સંકળાયેલા “ગૌરવ દેશમુખ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9719520382” દ્વારા ઓપરેટ કરીને ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ વ્યક્તિ/કંપનીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સદસ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી. આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધીનો જેલવાસ અથવા રૂ. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. એસસીઆરએની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ ગુનાઓ છે અને તે રીતે રાજ્યના કાયદા અમલીકરણ સત્તાધીશો પણ તે મામલે તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.

રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે  નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:

1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો

2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ

3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ

રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે.