અમદાવાદ

આ સપ્તાહે સેકેન્ડરી માર્કેટમાં કુલ છ આઈપીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. જેમાં મેઈનબોર્ડ ખાતે 2 આઈપીઓ લિસ્ટેડ થશે. પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઈન બોર્ડના બે અને એસએમઈ સેગમેન્ટના 3 આઈપીઓ યોજાઈ રહ્યા છે. જેમાં પીકેએચ વેન્ચર્સનો રૂ. 379 કરોડનો આઈપીઓ ઈશ્યૂ આવતીકાલે બંધ થશે. જ્યારે સેન્કો ગોલ્ડનો રૂ. 405 કરોડનો આઈપીઓ આવતીકાલે ખૂલશે. આ ઉપરાંત આવતીકાલે એચએમએ એગ્રોના આઈપીઓનું લિસ્ટિંગ થશે.

PKH Venturesના આઈપીઓને નબળો પ્રતિસાદ

કંસ્ટ્રક્શન એન્ડ ડેવલોપમેન્ટ, હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ સર્વિસિઝ સાથે જોડાયેલી કંપની પીકેએચ વેન્ચર્સના 379 કરોડના આઈપીઓને બે દિવસમાં કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. જે અત્યારસુધીમાં માંડ 31 ટકા ભરાયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 11 ટકા, એનઆઈઆઈ 63 ટકા અને રિટેલ 45 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. ગ્રે માર્કેટમાં તેના રૂ. 12 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. ઈશ્યૂ આવતીકાલે બંધ થશે.

આઈપીઓ લિસ્ટિંગ

તારીખઆઈપીઓગ્રે પ્રિમિયમ
4 જૂલાઈHMA Agro
5 જૂલાઈVeefin Solution
6   જૂલાઈMagson
6 જૂલાઈEssenરૂ. 50
6 જૂલાઈGreenchefરૂ. 50
7 જૂલાઈCyient DLMરૂ. 115