રાજૂ એન્જિનીયર્સનો Q4 નફો 31.35% વધી રૂ. 7 કરોડ
રાજકોટ, 19 એપ્રિલ: પ્લાસ્ટિક એક્સટ્રુઝન મશીન મેન્યુફેકચરિંગ કંપની રાજૂ એન્જિનીયર્સ લિમીટેડે (BSE: 522257) 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વર્ષ માટેના ઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
મુખ્ય કોન્સોલિડેટેડ નાણાકીય બાબતો (રૂપિયા કરોડમાં):
Particulars | Q4 FY24 | Q4 FY23 | YoY% | FY24 | FY23 | YoY% |
આવકો | 52.68 | 71.43 | (26.26%) | 197.35 | 159.79 | 23.51% |
EBIDTA* | 8.96 | 6.47 | 38.45% | 26.68 | 14.02 | 90.35% |
EBIDTA માર્જિન (%) | 17.02% | 9.06% | 796 bps | 13.52% | 8.77% | 475 bps |
PAT | 7.08 | 5.39 | 31.35% | 21.01 | 11.49 | 82.86% |
PAT માર્જિન (%) | 13.45% | 7.55% | 590 bps | 10.65% | 7.19% | 346 bps |
નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં ઓપરેશન્સમાંથી આવક રૂ. 52.68 કરોડ, જે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 71.43 કરોડ હતી. એટલે કે આવકમાં વાર્ષિક ધોરણે 26.26%નો ઘટાડો નોંધાયો છે. EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 8.96 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 6.47 કરોડ હતો, એટલે કે વાર્ષિક ધોરણે 38.45%નો વધારો છે. EBITDA માર્જિન 9.06%ની સરખામણીમાં 17.02% હતું, જે વાર્ષિક 796 bpsનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં કર બાદનો નફો રૂ. 7.08 કરોડ રહ્યો છે, જે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 5.39 કરોડ હતો, એટલે કે વાર્ષિક 31.35 ટકાની વૃદ્ધિ. PAT માર્જિન 7.55%ની સામે 13.45% નોંધાયું છે, જે વાર્ષિક 590 bpsનો વધારો દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2024માં ઓપરેશન્સમાંથી મળેલી આવક રૂ. 197.35 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 153.79 કરોડ હતી, એટલે કે વાર્ષિક 23.51 ટકાનો વધારો છે. કર બાદનો નફો રૂ. 21.01 કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 11.49 કરોડ હતો, એટલે કે વાર્ષિક 82.86%ની વૃદ્ધિ. PAT માર્જિન 7.19%ની સામે 10.65% રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 346 bpsનો વધારો દર્શાવે છે.
રાજૂ એન્જીનિયર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, સુશ્રી ખુશ્બુ ચંદ્રકાંત દોશીએ જણાવ્યું હતું ચોથા ક્વાર્ટર દરમિયાન, અમે રૂ.52.68 કરોડની આવક નોંધાવી છે. EBITDA અને PAT વાર્ષિક ધોરણે 38.45% અને 31.35% વધીને અનુક્રમે રૂપિયા 8.96 કરોડ અને રૂપિયા 7.08 કરોડ સુધી પહોંચ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)