અમદાવાદ, 13 સપ્ટેમ્બર-23: અદાણી ગ્રૂપ તેની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડની ખરીદીને ફંડ પૂરું પાડવા માટે લીધેલા લોનનું પુનર્ધિરાણ કરવા માટે બેન્કો સાથે વાટાઘાટો કરી રહ્યું છે, જેમાં ધિરાણકર્તાઓને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જો સોદો મંજૂર થયો તો તે વર્ષના એશિયાના સૌથી મોટા સિન્ડિકેટ લોન સોદા પૈકી એક હોઈ શકે છે.

આ અંગે જાણકાર લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, બેન્કો કુલ $3.5 અબજનું પુનઃધિરાણ કરે તેવી શક્યતા છે. જેમાંથી અદાણી અંબુજા માટે લીધેલી લોનના ઓછામાં ઓછા $30 કરોડની ચુકવણી કરશે.

અબજોપતિ ગૌતમ અદાણી દ્વારા સમર્થિત ભારતીય ગ્રૂપ ઘણા મહિનાઓથી ધિરાણકર્તાઓ સાથે વાટાઘાટો કરી રહ્યું છે કારણ કે તે તેના અંબુજા એક્વિઝિશન માટે લીધેલા $3.8 અબજની લોનનું પુનર્ધિરાણ કરવા માંગે છે.

ડીબીએસ ગ્રુપ હોલ્ડિંગ્સ લિ., ફર્સ્ટ અબુ ધાબી બેન્ક પીજેએસસી, મિઝુહો ફાઇનાન્સિયલ ગ્રુપ ઇન્ક, મિત્સુબિશી યુએફજે ફાઇનાન્સિયલ ગ્રુપ, ઇન્ક. અને સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પ $400 મિલિયનનું ધિરાણ કરશે, અન્ય બેન્કો નાની રકમનું ધિરાણ કરશે.

યુએસ શોર્ટસેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા ગેરરીતિના આક્ષેપોથી હચમચી ગયા બાદ ગ્રૂપ પોતાના દેવામાં ઘટાડો કરી બિઝનેસ સામાન્ય કરવાની કામગીરી કરી રહ્યું છે. જેની કંપનીઓના શેરોએ $150 અબજથી વધુનું નુકસાન કર્યું હતું. અદાણીના અધિકારીઓ વારંવાર આ દાવાઓને નકારી રહ્યા છે. ટ્રાન્ઝેક્શન હજી સુધી ફાઇનલ થયું નથી અને શરતો હજુ પણ બદલાઈ શકે છે. જો સોદો બંધ થાય છે, તો બ્લૂમબર્ગ દ્વારા સંકલિત ડેટા અનુસાર, તે આ વર્ષે જાપાનની બહાર એશિયામાં ચોથી સૌથી મોટી લોન હશે.

અદાણીના પ્રવક્તાએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.