

અમદાવાદ, 17 જૂનઃ સ્વરોજગારી મહિલા સંઘ (સેવા)ના નિયામક અને પદ્મશ્રીમતી રીમા નાણાવટીને મહિલા સશક્તિકરણ, આજીવિકા સર્જન અને સર્વસમાવેશક વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘સંતોકબા માનવરત્ન એવોર્ડના 2026’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંતોકબા માનવરત્ન એવોર્ડના ની 20મી આવૃત્તિમાં એલ.વી. પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અધ્યક્ષ અને પદ્મડૉ. ગુલ્લાપલ્લી એન. રાવને ગુણવત્તાસભર નેત્રચિકિત્સા લાખો લોકો સુધી પહોંચાડવામાં તેમના અગ્રણી યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સામાજિક પરિવર્તન માટે ટકાઉ વ્યાવસાયિક મોડેલ દ્વારા કાર્યરત નેતાઓને માન્યતા આપવા માટે રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ‘Social Entrepreneurship’ની શરૂઆત કરવામાં આવી હતી. બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રીકાંત બોલ્I આ એવોર્ડના પ્રથમ વિજેતા બન્યા હતા. તેમને સર્વસમાવેશક રોજગારીની તકો ઊભી કરવા તેમજ પર્યાવરણપ્રત્યે જવાબદાર ઉત્પાદન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ની પરોપકારી સંસ્થા રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા સુરતમાં આયોજિત સમારોહમાં 20મો સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
છેલ્લા અનેક દાયકાઓથી રીમા નાણાવટી અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત છે. તેમણે મહિલાઓ માટે આજીવિકાની તકો, નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા, ઉદ્યોગસાહસિકતા અને આબોહવા પરિવર્તન સામે સક્ષમ વિકાસને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. તેમના નેતૃત્વ હેઠળ સેવાએ મહિલાઓની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવતી વિવિધ પહેલો દ્વારા ગ્રામ્ય અને શહેરી ભારતના લાખો પરિવારો સુધી પહોંચ મેળવી છે.
આ પ્રસંગે એસઆરકે અને એસઆરકેકેએફના સ્થાપક તથા ચેરમેન એમેરિટસ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “સંતોકબા માનવરત્ન એવોર્ડના ની સ્થાપના એવા વ્યક્તિઓને સન્માનિત કરવા માટે કરવામાં આવી હતી, જેમનું કાર્ય સમાજ માટે અર્થપૂર્ણ યોગદાન આપે છે. એવોર્ડના 20 વર્ષ પૂર્ણ થતાં અમને આનંદ છે કે અમે રીમા નાણાવટીના મહિલાઓના સશક્તિકરણ અને દેશભરના સમુદાયોને મજબૂત બનાવવા માટેના સતત પ્રયાસોને બિરદાવી રહ્યા છીએ.”
વર્ષ 2006માં ગોવિંદ ધોળકિયા દ્વારા સ્થાપિત સંતોકબા માનવરત્ન એવોર્ડના સામાજિક વિકાસ, માનવતાવાદી સેવા અને રાષ્ટ્રનિર્માણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરે છે. અગાઉ આ એવોર્ડથી રતન ટાટા, પરમ પાવન 14મા દલાઈ લામા, સુધા મૂર્તિ, કૈલાશ સત્યાર્થી, શિવ નાદર, સાયરસ પૂનાવાલા, વર્ગીસ કુરિયન તેમજ ડૉ. અભય અને ડૉ. રાણી બંગ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોને નવાજવામાં આવ્યા છે.
એવોર્ડના 20મા વર્ષમાં રીમા નાણાવટીનું સન્માન મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ મોડલ્સની વધતી જતી મહત્વતાને ઉજાગર કરે છે. આજીવિકા, સર્વસમાવેશકતા અને ટકાઉ વિકાસ જેવા પડકારોના ઉકેલ માટે તેમનો સમુદાયકેન્દ્રિત અભિગમ આજે પણ લાખો મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે અને લાંબા ગાળાના સામાજિક તથા આર્થિક વિકાસનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
