NIFTY OUTLOOK: SUPPORT 17534- 17438, RESISTANCE 17724- 17819

ગુરુવારે નિફ્ટી – 50 ઉપર ગેપડાઉન ઓપનિંગ સાથે પ્રેશર રહ્યું હતું. જેના કારણે તે ઇન્ટ્રા-ડે 17532 પોઇન્ટની લોઅર સપાટી સુધી ઉતરી ગયો હતો. જોકે સેકન્ડ હાફમાં આવેલી રાહત રેલીમાં થોડી રિકવરી નોંધાવી હોવા છતાં છેલ્લે 89 પોઇન્ટ ઘટી 17629 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે વિવિધ સેક્ટરોલ્સમાં પણ નરમાઇનો ટોન રહ્યો હતો. નિફ્ટીએ ટેકનિકલી નીચામાં 17500નું સાયકોલોજિકલ લેવલ તોડ્યું હોવાથી સ્વાભાવિક પણે સૌના મનમાં એક સવાલ રહે કે, કરેક્શન આગળ વધી શકે છે. પરંતુ નિયરટર્મ ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, નિફ્ટી 1740 પોઇન્ટનું મજબૂત સપોર્ટ લેવલ ધરાવે છે. ઉપરમા 17750 પોઇન્ટનું મજબૂત રેઝિસ્ટન્સ લેવલ પણ છે. શોર્ટટર્મ ટ્રેન્ડ આ બન્ને લેવલ વચ્ચે અથડાયેલો રહેવાની સંભાવના વિશેષ રહેશે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ રેન્જ 17534- 17438 અને 17724- 17189 પોઇન્ટની રેન્જમાં જોવા મળી શકે છે.

NIFTY17630BANK NIFTY40631IN FOCUSBUY/SELL
S-117534S-140274BEMLBUY
S-217438S-239918BAJAJ FINANCESELL
R-117724R-141073OBEROIRLTYSELL
R-217819R-241516TATA CONSUBUY

BANK NIFTY OUTLOK: SUPPORT 40271- 39918, RESISTANCE 41-73- 41516

ગુરુવારે ગેપડાઉન ઓપનિંગ- સેકન્ડ હાફમાં રાહત રેલી અને છેલ્લે 573 પોઇન્ટના લોસ સાથએ 40631 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે માર્કેટબ્રેડ્થ અને ટ્રેન્ડ બન્ને નેગેટિવ રહ્યા હતા. ટેકનિકલી આગળની ચાલ માટે એવું કહી શકાય કે, 41000- 41150 પોઇન્ટની સપાટીઓ નજીકની સપોર્ટ હોવાથી તે તૂટી હોવાથી સેકન્ડ ટાર્ગેટ 40300નો મળી રહ્યો છે. ડેઇલી ટાઇમલાઇન ચાર્ટ ઉપર બેરિશ ક્રોસ ઓવરની કન્ડિશન જોતાં ટ્રેન્ડમાં નેગેટિવિટી જારી રહેવાની સંભાવના જણાય છે.

MARKET LENS BY: RELIANCE SECURITIES

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)