પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી, ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 3.41 રૂપિયા બરાબર
નવી દિલ્હી, 31 મેઃ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને આંબી રહ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 55 વર્ષની ટોચે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી કિંમતે વેચાઈ રહી છે. ખાસ કરીને બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ 130 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)થી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી…
