ઈક્વિટી અને બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અંડરપરફોર્મન્સ રેટ 3,5 વર્ષના ગાળામાં ઊંચા રહ્યા
મુંબઈ, 10 ઓક્ટોબર: ઇન્ડેક્સ પ્રોવાઈડર એસએન્ડપી ડાઉ જોન્સ ઈન્ડાઈસિસે (“S&P DJI”) 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેના એસએન્ડપી સૂચકાંકો વિરુદ્ધ એક્ટિવ ફંડ્સ (SPIVA®) ઇન્ડિયા સ્કોરકાર્ડના પરિણામો જાહેર કર્યા હતા. SPIVA સ્કોરકાર્ડ 2023ના પ્રથમ છ મહિનામાં વિવિધ ફંડ કેટેગરીમાં ભારતમાં એક્ટિવ મેનેજરોનું વિવિધ પ્રદર્શન દર્શાવે છે. મોટાભાગના ભારતીય ઇક્વિટી લાર્જકેપ ફંડ્સ તેમના બેન્ચમાર્કને હંફાવવામાં નિષ્ફળ રહ્યા…
