મુંબઈ, 10 ઓક્ટોબર: ઇન્ડેક્સ પ્રોવાઈડર એસએન્ડપી ડાઉ જોન્સ ઈન્ડાઈસિસે (“S&P DJI”) 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેના એસએન્ડપી સૂચકાંકો વિરુદ્ધ એક્ટિવ ફંડ્સ (SPIVA®) ઇન્ડિયા સ્કોરકાર્ડના પરિણામો જાહેર કર્યા હતા.

SPIVA સ્કોરકાર્ડ 2023ના પ્રથમ છ મહિનામાં વિવિધ ફંડ કેટેગરીમાં ભારતમાં એક્ટિવ મેનેજરોનું વિવિધ પ્રદર્શન દર્શાવે છે. મોટાભાગના ભારતીય ઇક્વિટી લાર્જકેપ ફંડ્સ તેમના બેન્ચમાર્કને હંફાવવામાં નિષ્ફળ રહ્યા હતા જેમાં 58% એક્ટિવલી મેનેજ્ડ ફંડ્સ એસએન્ડપી બીએસઈ 100 કરતાં ઓછું પ્રદર્શન કરી રહ્યા હતા.

ફિક્સ્ડ ઈન્કમ ફંડ કેટેગરીમાં, જ્યારે એસએન્ડપી બીએસઈ ઈન્ડિયા ગવર્નમેન્ટ બોન્ડ ઇન્ડેક્સ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 4.7% વધ્યો હતો, ત્યારે એક્ટિવ બોન્ડ ફંડ મેનેજરોમાંથી છઠ્ઠા ભાગથી ઓછાએ 85.2%ના અંડરપરફોર્મન્સ રેટ સાથે આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્કથી સારું પ્રદર્શન કર્યું હતું. જો કે સમયગાળો વધવાની સાથે બહુ જૂજ ફંડ્સે અંડરપર્ફોર્મ કર્યું હતું અને 3 અને 5 વર્ષના સમયગાળામાં અંડરપરફોર્મન્સ દર ઘટીને 75.0% અને 66.7% રહ્યો હતો.

એસએન્ડપી ડાઉ જોન્સ ઈન્ડાઈસીસના ડિરેક્ટર-ઇન્ડેક્સ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બેનેડેક વોરોસે જણાવ્યું હતું કે, એસએન્ડપી બીએસઈ 400 મિડસ્મોલકેપ ઇન્ડેક્સ ભારતીય ઈક્વિટી મિડ/સ્મોલકેપ ફંડ્સ માટે બેન્ચમાર્ક છે, જેણે ન કેવળ એસએન્ડપી બીએસઈ 200ના કુલ વળતરને વટાવી દીધું છે, પરંતુ એસએન્ડપી બીએસઈ 100 કરતાં 5% કરતાં વધુ પ્રભાવશાળી માર્જિનથી વધુ વળતર આપ્યું છે.

એસએન્ડપી બીએસઈ 400 મિડસ્મોલકેપ ઇન્ડેક્સ 2023ના પ્રથમ છ મહિનામાં 12.4% વધ્યો હતો, ત્યારે 45.3% એક્ટિવ મેનેજર્સે તે સમયગાળા દરમિયાન ઇન્ડેક્સને અંડરપર્ફોર્મ કર્યો હતો. જો કે, એ નોંધવું યોગ્ય છે કે SPIVA ઈન્ડિયા સ્કોરકાર્ડમાં સમાવિષ્ટ તમામ ફંડ કેટેગરીઝમાં, ભારતીય ઇક્વિટી મિડ/સ્મોલકેપ ફંડ્સે 5-વર્ષની ક્ષિતિજમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જેમાં માત્ર 38.1% ફંડ્સે એસએન્ડપી બીએસઈ 400 મિડસ્મોલકેપની તુલનામાં ઓછું પ્રદર્શન કર્યું હતું.

અલગથી અન્ય કેટેગરીમાં એસએન્ડપી બીએસઈ ઈન્ડિયા બોન્ડ ઇન્ડેક્સ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 4.6% વધ્યો હતો પરંતુ ઈન્ડિયન કમ્પોઝિટ બોન્ડ ફંડ મેનેજર્સનો અંડરપર્ફોર્મન્સ દર SPIVA ઈન્ડિયા સ્કોરકાર્ડમાં તમામ કેટેગરીમાં સૌથી વધુ 95.7%નો હતો.

ઈન્ડિયન કમ્પોઝિટ બોન્ડ ફંડ્સ પણ 1, 3 અને 5 વર્ષના ગાળા માટે તમામ કેટેગરીમાં સૌથી નીચો સર્વાઇવલ રેટ ધરાવે છે, જેમાં કેટેગરીના ફંડ્સનો પાંચમો ભાગ છેલ્લા 5 વર્ષમાં બંધ અથવા મર્જ થયો છે. SPIVA સ્કોરકાર્ડ્સ પર અવારનવાર તમામ પ્રદેશોમાં અને શ્રેણીઓમાં જોવા મળે છે તેમ, અંડરપર્ફોર્મન્સ રેટ જેમાં તેને માપવામાં આવ્યા હોય તે સમયગાળાની લંબાઈ સાથે વધે છે.

Report 1a: Percentage of Funds Outperformed by the Index (Based on Absolute Return)

Fund CategoryComparison IndexYTD (%)1-Year (%)3-Year (%)5-Year (%)10-Year (%)
Equity
Large-Cap
S&PBSE
100
58.0683.3386.2192.8661.24
ELSSS&P BSE
200
17.5034.2156.1070.7366.67
Equity Mid/Small
Cap
S&PBSE400 Mid/Small
Cap Index
45.2878.0053.0638.10
Composite BondS&P BSE
India
Bond
Index
95.6594.2465.0099.30
I. Govt. BondS&P BSE
I Govt.
Bond
Index
85.1988.0075.0066.67

Source: S&P Dow Jones Indices LLC, Morningstar and Association of Mutual Funds in India.  Data as of June 30, 2023.  Returns are shown in INR.  Past performance is no guarantee of future results.  Table is provided for illustrative purposes.  Underperformance rates for the Indian Equity Mid-/Small-Cap, Indian Composite Bond and Indian Government Bond categories are reported for time horizons over which the respective benchmark indices were live.