MCX: સોનાના વાયદામાં રૂ.163, ચાંદીમાં રૂ.245નો ઘટાડો
મુંબઈ, 28 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.22,833.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,725.86 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16103.25 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,258 અને…
