આજે લિસ્ટેડ ત્રણેય આઇપીઓ તેજીની સર્કિટ સાથે બંધ

કંપનીઇશ્યૂ પ્રાઇસછેલ્લો બંધસુધારો ટકા
ગ્રીનશેફ એપ્લા.87109.205.00
એસેન સ્પેસિયાલિટી107147.005.00
મેગસન રિટેલ6597.704.99

અમદાવાદ, 6 જુલાઇઃ પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડ કરતાં પણ એસએમઇ પ્લેટફોર્મ ઉપરના આઇપીઓ છેલ્લા કેટલાંક સમયથી ધૂમ મચાવી રહ્યા છે. પ્રાઈમરી માર્કેટમાં છેલ્લા દોઢ વર્ષથી એસએમઈ આઈપીઓ અદ્રભૂત રિટર્ન આપી રોકાણકારોને કમાણી કરાવી રહ્યા છે. આજે એસેન, મેગસન, અને ગ્રીનશેફ એ એનએસઈ ઈમર્જ ખાતે 5 ટકાથી વધુ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. તો આવતીકાલે મેઈનબોર્ડના બે સાયન્ટ ડીએલએમ અને આઈડિયાફોર્જનો આઈપીઓ લિસ્ટિંગ કરાવશે.

ગ્રીનશેફ એપ્લાયન્સિસ:  ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 87 સામે 104ના ભાવે ખૂલી 5 ટકા વધી 109.20ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

Essen Speciality: ઈશ્યૂ પ્રાઈઝ 107 સામે 3 ટકા પ્રિમિયમે 140ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકા વધી 147 થયો હતો.

મેગસન રિટેલ એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન્સ: રૂ. 65ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 91.15ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટી 86.60 થયો હતો. 12 વાગ્યે 4.99 ટકા પ્રિમિયમે 95.70ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડેડ હતો. મેગસન અને એસ્સેન સ્પેશિયાલિટી ગુજરાતની એસએમઈ કંપની છે. જ્યારે ગ્રીનશેફ બેંગ્લોર સ્થિત છે.

એસએમઈ સેગમેન્ટમાં વધુ ચાર આઈપીઓ

એસએમઈ સેગમેન્ટમાં 83.97 કરોડના વધુ ચાર આઈપીઓ પાઈપલાઈનમાં છે. જેમાંથી એસ્લેરેટબીએસ ઈન્ડિયાનો રૂ. 5.69 કરોડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 90 છે. કાકા ઈન્ડસ્ટ્રીઝ અને અહાસોલર ટેક્નોલોજીસનો આઈપીઓ 10 જૂલાઈએ ખૂલશે. જ્યારે ડ્રોન ડેસ્ટિનેશનનો આઈપીઓ 7 જૂલાઈએ ખૂલશે.

વિફીન સોલ્યુશન્સમાં 10 ટકા રિટર્ન

5 જૂલાઈએ લિસ્ટેડ વિફીન સોલ્યુશન્સ રૂ. 82ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 10 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યો છે. સતત નવી ટોચ બનાવી રહ્યો છે. ગુરુવારે 94.73ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જે 12 વાગ્યે પાંચ ટકા અપર સર્કિટ સાથે 94.73 થયો હતો.