કેટેગરી વાઇસ સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

રોકાણકાર કેટેગરીબિડ્સ (શેર્સ)ગણો ભરાયો
ક્યુઆઈબી2427900015.62
બિન સંસ્થાકીય રોકાણકારો * 16,30,89,000181.72
રિટેલ  રોકાણકારો14,13,69,00067.62
કુલ32,87,37,00072.38

અમદાવાદ, 6 જુલાઈઃ અમદાવાદ સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ત્રિધ્યા ટેક લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફરને તેના રૂ. 26.41 કરોડના SME IPO માટે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને 72 ગણો વધુ ભરાયો છે. બિન-સંસ્થાકીય રોકાણકાર કેટેગરીએ રોકાણકારોમાં સૌથી વધુ રસ મેળવ્યો હતો અને તે 182.72 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ સેગમેન્ટ 67.62 ગણો અને QIB સેગમેન્ટ 15.62 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરાયેલા 62.88 લાખ શેર સામે કંપનીને 32.87 કરોડ શેર માટે બિડ મળી હતી.

કંપનીએ શેર દીઠ રૂ. 42 પર ઇશ્યૂ પ્રાઇસ ફાઇનલ કરી છે. કંપનીના શેર 13 જુલાઈ, 2023ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જના SME ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે તેવું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ મરંદે જણાવ્યું હતું.

કંપનીની IPO કમિટીએ 27 જૂન, 2023ના રોજ તેની મીટિંગમાં બુક રનિંગ લીડ મેનેજરો સાથે પરામર્શ કરીને એન્કર ઇન્વેસ્ટર્સને શેરદીઠ રૂ. 42ના ઓફર ભાવે 14.31 લાખ ઇક્વિટી શેરોની ફાળવણી કરીને રૂ. 6.01 કરોડ ઊભા કર્યા હતા. કંપનીએ ક્રાફ્ટ ઇમર્જિંગ માર્કેટ ફંડ – એલિટ કેપિટલ ફંડને 9.54 લાખ ઇક્વિટી શેર અને ક્રાફ્ટ ઇમર્જિંગ માર્કેટ ફંડ – સિટાડેલ કેપિટલ ફંડને 4.77 લાખ ઇક્વિટી શેર ફાળવ્યા છે.

ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે કંપનીએ કુલ રૂ. 15.08 કરોડની આવક નોંધાવી હતી અને રૂ. 2.85 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની નેટ વર્થ રૂ. 20.30 કરોડ, કુલ સંપત્તિ રૂ. 59.69 કરોડ અને અનામત અને સરપ્લસ રૂ. 18.60 કરોડ છે. પ્રમોટર ગ્રૂપ શેરહોલ્ડિંગ ઇશ્યૂ પૂર્વે 80.8% છે જે ઇશ્યૂ પછી 58.98% હશે.