મુંબઈ, 4 જુલાઈ: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (“360 ONE Asset”) ઓવરનાઇટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડેટ સ્કીમ 360 વન ઓવરનાઇટ ફંડના લોન્ચિંગની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 1 જુલાઈથી 9 જુલાઈ, 2025 સુધીમાં ખુલ્લો રહેશે જેમાં લઘુતમ અરજી રકમ રૂ. 5,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફંડમાં કોઈ એક્ઝિટ લોડ નહીં હોય જે રોકાણકારોને તેમની સુગમતા મુજબ રિડીમ કરવાની ફ્લેક્સિબિલિટી આપશે.

ઓવરનાઇટ ફંડ્સ એવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે જે ઓવરનાઇટ અથવા કામકાજના એક દિવસમાં મેચ્યોર થતી હોય જે તેને ફિક્સ્ડ ઇન્કમ ક્ષેત્રે ઓછું જોખમ ધરાવતા વિકલ્પો પૈકીનો એક બનાવે છે. આ ફંડ્સ એક દિવસથી માંડીને એક મહિનાનો રોકાણ સમયગાળો ધરાવતા રોકાણકારો માટે યોગ્ય છે જેમાં કોર્પોરેટ્સ, એચએનઆઈ અને એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ખૂબ જ ટૂંકા ગાળા માટે રોકાણ કરવા ઇચ્છતા હોય.

360 વન ઓવરનાઇટ ફંડ ઓવરનાઇટ મેચ્યોરિટી ધરાવતી ડિપોઝીટ સર્ટિફિકેટ્સ, કોમર્શિયલ પેપર્સ, TREPs, રિવર્સ રેપો અને ટી-બિલ્સ જેવા ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરશે.

360 વન એસેટના સીઈઓ રાઘવ આયંગરે જણાવ્યું હતું કે અમે અમારા રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને સંતોષે તેવા ચોક્કસ તથા હેતુપૂર્ણ સોલ્યુશન્સ પૂરા પાડવા પર ધ્યાન આપીએ છીએ. 360 વન ઓવરનાઇટ ફંડનું લોન્ચ એ આ અભિગમને આગળ ધપાવે છે જે ટૂંકા ગાળા માટે મૂડી રોકાણ માટે યોગ્ય માળખાકીય વિકલ્પ પૂરો પાડે છે. તે એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ સુરક્ષા, તરલતા ઇચ્છતા હોય અને કોઈ ઝંઝટ વિના પોતાના વધારાના ફંડ્સને ટૂંકા ગાળા માટે રોકવા માંગતા હોય.

360 વન એસેટના ફિક્સ્ડ ઇન્કમના ફંડ મેનેજર મિલન મોદીએ જણાવ્યું હતું કે 360 વન ઓવરનાઇટ ફંડ ઉચ્ચ તરલતા અને એકંદરે ઓછા જોખમ પૂરા પાડીને ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાતો મેનેજ કરવા માટે બનાવવામાં આવ્યું છે. મેચ્યોર્ડ સિક્યોરિટીઝના દરરોજ પુનઃરોકાણ સાથે આ સ્કીમ ટૂંકા ગાળાની નાણાંકીય જરૂરિયાતોને સંતોષવા માટે સરળ અને કાર્યક્ષમ સાધનો પૂરા પાડવા માંગે છે.

360 વન ઓવરનાઇટ ફંડની મુખ્ય ખાસિયતોઃ

  • વ્યાજ દરની ગતિવિધિની અસરઃ દૈનિક મેચ્યોરિટીના લીધે ઓછી અસર
  • જોખમઃ એકંદરે ઓછું ક્રેડિટ રિસ્ક અને ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક
  • સ્કીમ હેઠળની સિક્યોરિટીઝઃ ટ્રેઝરી બિલ્સ, TREPs, રિવર્સ રેપો, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝીટ્સ, ઓવરનાઇટ મેચ્યોરિટી ધરાવતા કોમર્શિયલ પેપર્સ
  • કોના માટે યોગ્યઃ ટૂંકા ગાળાની તરલતા મેનેજ કરવા માંગતા રૂઢિચુસ્ત રોકાણકારો, પરંપરાગત રોકાણકારો અને કોર્પોરેટ્સ માટે આદર્શ છે

  • (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
  • (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)