મુંબઇ, 8 જૂન: ઇન્ડેલ કોર્પોરેશનની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મનીએ દેશવ્યાપી વિસ્તરણના ભાગરૂપે પશ્ચિમ અને મધ્યભારતમાં ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે. ઇન્ડેલ મની હાલમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, તમિળ નાડુ, તેલંગાના, પુડુચેરી અને કેરળ એમ આઠ રાજ્યોમાં 250થી વધુ બ્રાન્ચ દ્વારા સંચાલન કરે છે તથા નાણાકીય વર્ષ 2024 સુધીમાં 105 બ્રાન્ચ ખોલવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. તેમાં 45 બ્રાન્ચ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સામેલ છે.

ગુજરાતમાં 15 બ્રાન્ચ ખોલવાની યોજના

ગુજરાતમાં કંપનીની અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહિતના સ્થળો ઉપર 15 બ્રાન્ચ ખોલવાની યોજના છે.

વર્ષ 2023માં આશરે રૂ. 3000 કરોડની લોનનું વિતરણ

નાણાકીય વર્ષ 2023માં ઇન્ડેલ મનીએ અગાઉના વર્ષની તુલનામાં વિતરણમાં 250 ટકાથી વધુની વૃદ્ધિ સાધી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023માં આશરે રૂ. 3000 કરોડની લોનનું વિતરણ કર્યું છે, જે સરેરાશ માસિક રૂ. 250 કરોડ થવા પામે છે,  જેની સામે નાણાકીય વર્ષ 2022માં રૂ. 1050 કરોડનું  વિતરણ થયું હતું. તેના લોન પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનની હિસ્સેદારી 92 ટકા છે. નાણાકીય વર્ષ 2023માં ઇન્ડેલ મનીની એયુએમ 72 ટકા વધીને રૂ. 1,154 કરોડ થઇ છે, જે અગાઉ રૂ. 669 કરોડ હતી તથા નફાકારકતા 6.3 ગણી વધઈને રૂ. 31.29 કરોડ થઇ છે, જે અગાઉ રૂ. 4.9 કરોડ હતી.

ઇન્ડેલ મનીના ઇડી અને સીઇઓ ઉમેશ મોહનને કહ્યું હતું હતું, અમે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રીતે અમારી કામગીરી દેશભરમાં વિસ્તારવા માગીએ છીએ, જેથી દેશભરમાં અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસ કંપની તરીકે ઉભરી આવી શકીએ.

રૂ. 100 કરોડના એનસીડીના ઇશ્યૂનો 3જો તબક્કો ખૂલ્લો છે

કંપનીએ પ્રત્યેક રૂ. 1000ની ફેસ વેલ્યુ ધરાવતા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે, જે 6 જૂનના રોજ ખૂલીને 19 જૂન, 2023ના રોજ બંધ થશે. આ ઇશ્યૂમાં કુલ રૂ. 100 કરોડ એકત્ર કરાશે તથા કૂપન યિલ્ડ વાર્ષિક 12.25 ટકા રહેશે. આ પહેલાં બે તબક્કાને નાણાકીય વર્ષ 2022 અને 2023માં લોંચ કરાયા હતાં, જેમણે 169 ટકા સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું. ગત નાણાકીય વર્ષના અંતે રેટિંગ એજન્સી ક્રિસિલે ઇન્ડેલ મનીને અપગ્રેડ કરીને “BBB+ stable” કર્યાં છે