Volkswagonના Taigun અને Virtusના વેરિયન્ટ્સ-GT Edge કલેક્શન લોન્ચ
મુંબઈ, 8 જૂનઃ ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ ફોક્સવેગન ઈન્ડિયા વેબસાઈટ મારફત વિશિષ્ટ ઓનલાઈન બુકિંગની સાથે ઈન્ડિયા 2.0 કારલાઈન્સ Taigun અને Virtusના નવા વેરિઅન્ટ બજારમાં રજૂ કર્યા છે. GT Edge કારલાઇન્સનું ઉત્પાદન ગ્રાહક બુકિંગના આધારે કરવામાં આવશે. જેની ડિલિવરી જુલાઈ 2023થી શરૂ થશે. ફોક્સવેગન વર્ટસ હવે જીટી પ્લસ વેરિઅન્ટ પર 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. આ કારની પ્રારંભિક કિંમત INR 16.89 લાખ (એક્સ-શોરૂમ) છે. ભારતની સૌથી સુરક્ષિત SUVW પર ફોક્સવેગન તાઈગન – GT DSG અને GT Plus મેન્યુઅલ ટ્રાન્સમિશન અનુક્રમે INR 16.79 લાખ અને INR 17.77 લાખની કિંમતે (એક્સ-શોરૂમ) બે નવા વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે. ડાયનેમિક (1.0l TSI) અને પર્ફોર્મન્સ લાઇન (1.5l TSI EVO એન્જિન)માં 9 વેરિઅન્ટ ઑફરિંગમાંથી પસંદ કરવાની ક્ષમતા સાથે દરેક ગ્રાહકની જરૂરિયાતોને પૂરી કરવા માટે Taigun શ્રેષ્ઠ છે. ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફન-ટુ-ડ્રાઈવના મજબૂત વારસા સાથે, જીટી બેજ તાઈગુન અને વર્ટસના પરફોર્મન્સ લાઇન (1.5l TSI EVO એન્જિન) વેરિઅન્ટ રજૂ કરવામાં આવી હતી.
