નિફ્ટી માટે 18900 મહત્વનો ટાર્ગેટ, જો 18700 તૂટે તો શોર્ટ કરી શકાય
અમદાવાદ, 21 જૂન
અમદાવાદ, 21 જૂનઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે 159 પોઇન્ટના સુધારા સાથે 63327 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ રાહત રેલીમાં 18750- 18800 પોઇન્ટના મહત્વના રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. નિફ્ટીએ બુલિશ હેમર કેન્ડલની રચના ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે.
NIFTY હવે 18900 પોઇન્ટની સપાટી મહત્વનો ટાર્ગેટ બની રહેશે. પરંતુ જો પ્રોફીટ બુકિંગ કે કોઇ નેગેટિવ કારણોસર નિફ્ટી 18700ની નીચે જાય તો ટ્રેડર્સ શોર્ટ કરી શકે તેવી સલાહ સ્ટોકબોક્સ તરફથી મળી રહી છે.
(Report by STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)