અમદાવાદ, 2 ઓગસ્ટઃ કોર્પોરેટ રિઝલ્ટ્સ, ગ્લોબલ ઇવેન્ટ્સ તેમજ એફપીઆઇની સુસ્તી વચ્ચે ભારતીય શેરબજારો ઓલટાઇમ હાઇ પછી તેજીના વિશ્રામ મોડમાં હોય તેમ વોલ્યૂમ્સ સંકડાવા સાથે વોલેટિલિટી પણ સંકડાઇ રહ્યા છે. મંગળવારે નિફ્ટી 19600- 19800 પોઇન્ટની રેન્જમાં ઘૂંટાઇ રહ્યો છે. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ જોવા મળી શકે. છેલ્લા આઠ દિવસમાં કોન્સોલિડેશન લેવલ 19600 તરફ ખસી રહ્યું છે. જે ટ્રેન્ડ રિવર્સલ પોઇન્ટ તરીકે કામ કરી શકે છે. ઉપરમાં 19800 મહત્વની રેઝિસ્ટન્સ બની રહી છે. તે જોતાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફિક તેમજ સેક્ટર સ્પેસિફિક ન્યૂઝ આધારીત ટ્રેડીંગ સ્ટ્રેટેજી વીથ સ્ટોપલોસ અપનાવવી રહી.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45448- 45304, રેઝિસ્ટન્સ 45760- 45927

(Market lens By Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)