અમદાવાદ, 9 ઓગસ્ટઃ નિફ્ટીએ 19635 પોઇન્ટના 20 દિવસીય એસએમએ લેવલને ટચ કરીને પુલબેકનો સંકેત આપ્યો છે. વીકલી ચાર્ટ ઉપર લોઅર ટોપ અને 20 દિવસનીય એવરેજ ને ક્રોસઓવર જોવા મળે પછઈ જ માર્કેટમાં રિયલ મૂવમેન્ટની ખબર પડી શકે તેમ છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનને ક્રોસ કરવામાં ફેઇલ થઇ રહ્યો હોવા સાથે માર્કેટ સાઇડવેઝ થઇ રહ્યું હોવાનો સંકેત આપે છે. નીચામાં 19400 બ્રેક થાય તો પ્રોફીટ બુકિંગ વધી શકે છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44822- 44679,રેઝિસ્ટન્સ 45059- 45154

બેન્ક નિફ્ટી 45300ની સપાટી ક્રોસઓવર થયા પછી સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપી શકે છે. જો 44300ની સપાટી તૂટે તો માર્કેટમાં નેગેટિવ મોમેન્ટમ હોવાનો સંકેત આપશે. જેમાં 43200નું લેવલ પણ જોવા મળી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)