મુથૂટ ફિનકોર્પ નવા NCD મારફત રૂ. 400 કરોડ એકત્ર કરશે

ત્રિવેન્દ્રમ, 4 સપ્ટેમ્બર: મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લુ)ની મુખ્ય કંપની મુથુટ ફિનકોર્પ લિમિટેડે (“કંપની”), રૂ. 400 કરોડ સુધીની રકમ એકત્ર કરવા માટે તેના સુરક્ષિત, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”)ની 16મી સિરીઝની જાહેરાત કરી છે જે રૂ. 1,100 કરોડની શેલ્ફ મર્યાદાની અંદર છે. ભંડોળનો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને અમારી કંપનીના હાલના ઉધારના વ્યાજ અને મુદ્દલની ચુકવણી/પૂર્વચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

રૂ. 100 કરોડનો પ્રથમ શ્રેણીનો ઇશ્યૂ એ રૂ. 400 કરોડ સુધીના રૂ. 300 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે આવે છે (“ટ્રાન્ચ 1 ઇશ્યૂ”). રૂ. 1000ની ફેસ વેલ્યુ ધરાવતો પહેલી શ્રેણીનો ઇશ્યૂ શુક્રવાર, પહેલી સપ્ટેમ્બર 2023થી બુધવાર, 14 સપ્ટેમ્બર 2023 સુધી જાહેર જનતા માટે ખૂલ્લો છે.શ્રેણી 1ના ઇશ્યૂ હેઠળ NCD 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 96 મહિનાના મેચ્યોરિટી/સમયગાળાના વિકલ્પો સાથે વિવિધ યોજનાઓમાં માસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ ચૂકવણી વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જેમાંથી ગ્રાહકો અનુકૂળતાપૂર્વક પસંદ કરી શકે છે.
રોકાણકારોની તમામ શ્રેણીઓમાં NCD ધારકો માટે અસરકારક ઉપજ (વાર્ષિક) 8.65 ટકાથી 9.43 ટકા સુધીની છે.પહેલી શ્રેણી હેઠળ સિક્યોર્ડ NCDને ક્રિસિલ દ્વારા એએ-/સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે અને બીએસઈ પર લિસ્ટ કરાશે.

મુથૂટ ફિનકોર્પ તરફથી ગ્રાહકો અમારી મોબાઇલ એપ્લિકેશન – મુથૂટ ફિનકોર્પ વન દ્વારા પણ સેવાઓનો લાભ લઈ શકે છે”, એમ મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઈઓ શાજી વર્ગીસ જણાવ્યું હતું.