મુંબઇ, 12 સપ્ટેમ્બરઃ માર્કેટ સવાર સવારમાં પ્રિ ઓપનિંગ તેમજ ઓપનિંગ નોટમાં 300+ પોઇન્ટના ગેપઅપથી ખૂલ્યું હતું. નિફ્ટી 20100 પોઇન્ટથી આગેકૂચ કરવા સાથે સેન્સેક્સ પેકમાં લાર્સન, આઇસીઆઇસીઆઇ બેન્ક, જેએસડબલ્યૂ સ્ટીલ, અલ્ટ્રાટેક, વીપ્રો, ઇન્ફોસિસ સુધારામાં મોખરે રહ્યા છે. જ્યારે ઘટાડાની ચાલમાં એચયુએલ, નેસ્લે, મહિન્દ્રા, મારૂતિ રહ્યા છે. ટેકનિકલી રિલાયન્સ સિક્યુરિટીઝનું માનવું છે કે, નિફ્ટી માટે 20400 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જ્યારે નીચામાં 19600 અતિ મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. ટ્રેડર્સ, ઓપરેટર્સ તેમજ ઇન્વેસ્ટર્સે સ્ટોપલોસ સાથે માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)