માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ NCC, કલ્યાણ જ્વેલર્સ, PCBL, આસ્ટ્રાલ, સીપલા
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ મંગળવારે ફ્લેટ માર્કેટમાં સેન્સેક્સ 78 પોઇન્ટ ઘટી 65945 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 9 પોઇન્ટ ઘટી 19664 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બન્ને ઇન્ડાઇસિસ તેમના સપોર્ટ લેવલથી નીચે ઉતરી ચૂક્યા છે. નિફ્ટી માટે હવે મેજર સપોર્ટ લેવલ 19600 છે. તે તૂટે તો 19450- 19300 પોઇન્ટની શક્યતા સ્ટોક્સબોક્સ તરફથી વ્યક્ત કરાઇ રહી છે. સામે 19800 પોઇન્ટની સપાટી અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી રહેશે. ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર નેગેટિવ કેન્ડલસ્ટીક રચી છે. બેન્ક નિફ્ટી પણ એક દિવસના સુધારાને ધોઇને નેગેટિવ બંધ રહ્યો છે. બેન્ક નિફ્ટી માટે મહત્વની રેઝિસ્ટન્સ 45000 અને મહત્વની સપોર્ટ 44200 પોઇન્ટની સપાટીઓને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે. નિફ્ટી 19685 પોઇન્ટની સપાટી ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ક્રોસ કરે તે પણ અત્યંત જરૂરી રહેશે. સામે 19644 પોઇન્ટની સપાટી તૂટે જો જ મંદીના વેપાર માટે વિચારવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)