બિગબ્લોક કન્સ્ટ્રક્શન: H1 FY27માં રૂ. 162.01 કરોડની રેવન્યુ, વાર્ષિક 31%નો વધારો

સુરત, 5 નવેમ્બર, 2026 : બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડેઓક્ટોબર 2026માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક ટર્નઓવર અને સેલ્સ વોલ્યુમ નોંધાવ્યું છે.
30 સપ્ટેમ્બર, 2026નાં રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન, બિગબ્લોક કન્સ્ટ્રક્શને રૂ. 162.01 કરોડની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ નોંધાવી, જે H1 FY26માં નોંધાયેલી રૂ. 123.67 કરોડની સરખામણીએ 31%નો વાર્ષિક ગ્રોથ દર્શાવે છે. H1 FY27માં EBITDA વાર્ષિંક 201.4% વધીને રૂ. 9.61 કરોડ થયો, જ્યારે H1 FY26માં તે રૂ. 3.19 કરોડ હતો. ઓપરેટિંગ કાર્યક્ષમતામાં સુધારો અને યોગ્ય કોસ્ટ મેનેજમેન્ટને કારણે EBITDA માર્જિન 2.58%થી વધીને 5.93% થયું. ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 8.11 કરોડની સરખામણીએ નેટ લોસ આશરે 57.2% ઘટીને રૂ. 3.47 કરોડ થયો, જે પ્રોફિટેબિલિટીમાં સુધારા તરફ નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

પર્ફોર્મન્સ અંગે વાત કરતાં, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને CFO મોહિત સાબૂએ જણાવ્યું હતું કે, રેવન્યુમાં 31%નો વધારો થયો અને EBITDA 201.4% વધ્યો, જ્યારે અમારો નેટ લોસ નોંધપાત્ર રીતે ઘટ્યો. ખાસ કરીને પ્રથમ છ મહિના પછી પણ બિઝનેસમાં જોવા મળેલી ગતિ પ્રોત્સાહક છે. H2 FY27 અંગે અમે આશાવાદી છીએ, કારણ કે પરંપરાગત રીતે આ સમયગાળો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી માટે વધુ મજબૂત રહે છે.
30 સપ્ટેમ્બર, 2026નાં રોજ પૂરા થયેલા Q2 FY27 દરમિયાન, કંપનીએ રૂ. 82.86 કરોડની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ નોંધાવી, જે Q2 FY26માં નોંધાયેલી રૂ. 67.32 કરોડની સરખામણીએ વાર્ષિક 23.1%ની વૃદ્ધિ દર્શાવે છે. EBITDA વાર્ષિક 75.70% વધીને રૂ. 1.90 કરોડથી રૂ. 3.33 કરોડ થયો, જ્યારે EBITDA માર્જિન 2.82%થી વધીને 4.02% થયું. નેટ લોસ રૂ. 3.15 કરોડથી ઘટીને રૂ. 2.75 કરોડ થયો, જે 12.76%નો ઘટાડો દર્શાવે છે.
Q2 FY27માં કન્સોલિડેટેડ કેપેસિટી યુટિલાઇઝેશન 69% રહ્યું. બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ લિમિટેડમાં કેપેસિટી યુટિલાઇઝેશન 88% રહ્યું, જ્યારે સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં તે 38% નોંધાયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

