માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ વિજયા, APL એપોલો, KPITTECH, ELGIEQUIP, JSWSTEEL
અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ 173 પોઇન્ટની રાહત રેલી સાથે 66118 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 51 પોઇન્ટના સુધારા સાથે 19716 પોઇન્ટની સપાટીએ બુધવારે બંધ રહ્યા હતા. 19649 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે હાઇ અને 19600ની લો સપાટી નોંધાવવા સાથે છેલ્લે 19700 પોઇન્ટની સુધારા માટે જરૂરી સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપ્યું છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર ઇએમએ50 ઉપર સપોર્ટ મેળવ્યો છે. સાથે સાથે ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ ઇંગલફીંગ કેન્ડલસ્ટીક પેટર્ન રચી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી માટે હવે શોર્ટટર્મ રેઝિસ્ટન્સ 19800 રહેશે. મેજર સપોર્ટ લેવલ 19600 ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.
બેન્ક નિફ્ટીએ પણ ડેઇલી ચાર્ટ ઉપર પોઝિટિવ કેન્ડલ રચી છે અને ડિમાન્ડ ઝોન આસપાસ ટકી રહ્યો છે. મહત્વની રેઝિસ્ટન્સ 45000 પોઇન્ટની સપાટી અને 44200 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખી બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ બેઝ્ડ શેર્સમાં ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
ટેકનિકલી મહત્વની બાબત એ છે કે, જો માર્કેટ ખૂલ્યાની પહેલી પંદર મિનિટમાં નિફ્ટી 19775 પોઇન્ટ ઉપર જળવાઇ રહે તે સુધારાની અને 19667 પોઇન્ટ નીચે ઉતરે તો ઘટાડાની શક્યતા રહે તેવી ધારણા સ્ટોક્સબોક્સે વ્યક્ત કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)