માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19551- 19463, રેઝિસ્ટન્સ 19726- 19814
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ મિનિ વેકેશનનો માહોલ, શ્રાદ્ધ પક્ષની સુસ્તી અને નવા બનાવોની રાહમાં અટવાયેલા શેરબજારોની ટ્રેડિંગ રેન્જ સંકડાયેલી રહી છે. ટેકનિકલી નિફ્ટી માટે 19500 પોઇન્ટની સપાટી મહત્વનો સપોર્ટ ધરાવે છે. મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં સ્ટોક સ્પેસિફિક બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ડેઇલી ચાર્ટ ઉપર જણાય છે કે નિફ્ટી 19800 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો માર્કેટમાં ફરી તેજીનો પવન ફુંકાય તેવી શક્યતા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝ જણાવે છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44368- 44151, રેઝિસ્ટન્સ 44778- 44972
દોજી કેન્ડલમાં બંધ આપવા સાથે સંકેત આપે છે કે, પ્રાઇવેટ અને પીએસયુ બેન્ક્સ વચ્ચેની વોરમાં માર્કેટમાં ક્રોસઓવરની સ્થિતિ જારી રહી છે. 45000- 45300 પોઇન્ટના કન્જશન ઝોટન અને રેન્જને પાર કરે તે જોવું જરૂરી રહેશે. 44200 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખી ટ્રેડિગં સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)