અમદાવાદ, 3 ઓક્ટોબરઃ શુક્રવારે બીએસઇ સેન્સેક્સ 320 પોઇન્ટના સુધારા સાથે 65828 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 114 પોઇન્ટના સુધારા સાથે 19638 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. શુક્રવારે ગેપઅપ ઓપનિંગ સાથે નિફ્ટીએ 19600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર ટ્રેડ થવાનું ચાલું કર્યું હતું અને ઇએમએ50 ઉપર બંધ આપ્યું છે. બે દિવસ કોઇ નેગેટિવ ચાલ જોવા મળી નથી. તે દર્શાવે છે કે માર્કેટ નેરોરેન્જ, સાંકડી વોલેટિલિટી સાથે સુધારાની આગેકૂચ જાળવી રાખી શકે તેવી શક્યતા સ્ટોક્સબોક્સ દર્શાવે છે. ટૂંકાગાળા માટે રેઝિસ્ટન્સ 19800 અને સપોર્ટ લેવલ્સ 19500 પોઇન્ટ આસપાસ જણાય છે.

બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 44200 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 45000 પોઇન્ટ આસપાસ જણાય છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે પહેલી 15 મિનિટ સુધી નિફ્ટી 19697 પોઇન્ટ ઉપર ટ્રેડ કરે તે વોચ રાખવી અને જે તરફની મૂવમેન્ટ દર્શાવે તે તરફ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)