MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.385 ઘટ્યો, સોનામાં સુધારો, ચાંદીમાં ઘટાડો
મુંબઇ, 28 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20થી 26 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 51,01,197 સોદાઓમાં કુલ રૂ.4,35,355.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,591.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.324558.78 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,47,966 સોદાઓમાં રૂ.72,487.33 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,401ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,124 અને નીચામાં રૂ.60,125 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.634 વધી રૂ.60,952ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.766 વધી રૂ.48,952 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.5,991ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.800 વધી રૂ.60,735ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાનો વાયદો રૂ.634 ઊછળ્યોઃ ચાંદી રૂ.36 ડાઊન
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,995ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,599 અને નીચામાં રૂ.70,750 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.36 ઘટી રૂ.71,580 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.53 ઘટી રૂ.71,645 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.43 ઘટી રૂ.71,661 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 82,172 સોદાઓમાં રૂ.10,560.89 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.699.20ના ભાવે ખૂલી, રૂ.6.20 ઘટી રૂ.694.35 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.204.00 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.4.15 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.203.95 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.184.65 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.15 વધી રૂ.220.05 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.206 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 6,33,766 સોદાઓમાં રૂ.27,441.56 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,388ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,474 અને નીચામાં રૂ.6,840 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.385 ઘટી રૂ.6,945 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.373 ઘટી રૂ.6,949 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.246ના ભાવે ખૂલી, રૂ.18.10 વધી રૂ.263.90 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 17.8 વધી 263.9 બંધ થયો હતો.
કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.200નો સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.101.27 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,000 અને નીચામાં રૂ.57,820 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.200 વધી રૂ.58,820ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.40 વધી રૂ.896.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,10,591 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,24,558 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27,235.26 કરોડનાં 44,897.776 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.45,252.07 કરોડનાં 6,264.452 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,254.58 કરોડનાં 13,034,150 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.18,186.98 કરોડનાં 690,852,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,321.99 કરોડનાં 65,005 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.283.09 કરોડનાં 15,261 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,688.61 કરોડનાં 95,593 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,267.20 કરોડનાં 103,002 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.14.89 કરોડનાં 2,544 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.86.38 કરોડનાં 948.24 ટનનાં કામકાજ થયાં હતાં.