પેરુએ અમદાવાદમાં રવિ પટેલની ઓનરરી કોન્સલ તરીકે નિમણૂક કરી

ગુજરાત સાથેના સંબંધો મજબૂત બનાવવાનો હેતુવેપાર અને નાના-મધ્યમ ઉદ્યોગો વચ્ચે વ્યવસાયિક જોડાણોસંસ્થાકીય અને સાંસ્કૃતિક સહકારને પ્રોત્સાહન મળશે

નવી દિલ્હી, 24 નવેમ્બરઃ રિપબ્લિક ઑફ પેરુએ રવિ પટેલની અમદાવાદમાં ઓનરરી કોન્સલ તરીકે નિમણૂક કરી છે, જેનો અધિકારક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે. આ નિમણૂકથી ભારતમાં પેરુની પ્રાદેશિક સક્રિયતા મજબૂત બનશે અને વેપાર, રોકાણ, સંસ્કૃતિ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સાથે વધુ નજીકના સહયોગને પ્રોત્સાહન મળશે.

રવિ પટેલ ઉદ્યોગસાહસિક (entrepreneur), સંસ્થા નિર્માતા (institution builder) અને રોકાણકાર છે, જેમને કેપિટલ માર્કેટ્સમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે. આરવી ફેમિલી ઑફિસ (Aarvi Family Office) મારફતે તેમનાં રોકાણો કેપિટલ માર્કેટ્સ, રોબોટિક્સ, હોસ્પિટાલિટી, ઈ-કોમર્સ, શિક્ષણ અને આરોગ્યસેવા સહિતનાં અનેક ક્ષેત્રોમાં ફેલાયેલાં છે. તેઓ WOGOM અને વર્લ્ડ ડિજિટલ વેન્ચર્સ (World Digital Ventures)ના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર પણ છે, જે કોમર્સ, વર્કિંગ કેપિટલ તથા રિટેલર્સ અને MSMEsના વિકાસ પર કેન્દ્રિત છે.

તેઓ ભારત સ્થિત પેરુના દૂતાવાસ સાથે મળીને વ્યવસાયિક અને સંસ્થાકીય સંબંધો વિકસાવશે, જેમાં ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને એકબીજાના બજારોમાં રહેલી તકો સમજવામાં અને જોડાણો સ્થાપવામાં મદદ કરવા પર વિશેષ ધ્યાન અપાશે.

ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતની શક્તિઓ પેરુ સાથે વધુ નજીકના સહયોગ માટેનાં ક્ષેત્રો પૂરાં પાડે છે. બીજી તરફ, પેરુનાં ખનિજ સંસાધનો અને વ્યવસાયિક તકો સોર્સિંગ, રોકાણ અને commercial ભાગીદારી માટેના માર્ગો ખોલે છે. આ ક્ષેત્રો બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા વ્યાપાર અને વ્યવસાયિક આદાનપ્રદાન પર આધારિત છે.

ભારતમાં પેરુના રાજદૂત (ambassador), Mr. H.E. Mr. Javier Manuel Paulinich Velarde એ કહ્યું, “ગુજરાતની ઉદ્યોગસાહસિક ભાવના અને ઔદ્યોગિક ક્ષમતાઓ તેને પેરુ માટે એક મહત્ત્વનો ભાગીદાર બનાવે છે. Mr. Patelની નિમણૂક ભારતમાં વધુ નજીકના પ્રાદેશિક સંબંધો બાંધવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. વ્યવસાયો અને સંસ્થાઓને જોડવા, સહિયારી તકો ઓળખવા તથા વેપાર, રોકાણ અને સંસ્કૃતિ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા માટે અમે તેમની સાથે કામ કરવા આતુર છીએ.”

પોતાની નિમણૂક અંગે બોલતાં રવિ પટેલે કહ્યું, “આ જવાબદારી સ્વીકારવી મારા માટે સન્માનની વાત છે. ગુજરાતના SMEs પાસે આપવા માટે ઘણું છે, અને પેરુ એવી તકો રજૂ કરે છે જેને વધુ નજીકથી સમજવી યોગ્ય છે. મારું ધ્યાન બજારની સમજ, વિશ્વાસપાત્ર જોડાણો અને બંને દિશામાં કાયમી વ્યવસાયિક સંબંધો બાંધવા પર રહેશે. વ્યવસાયો માહિતગાર થઈને પ્રથમ પગલાં ભરી શકે તે માટે દૂતાવાસ સાથે કામ કરવા અને એ વાતચીતો આગળ વધે ત્યારે તેને ટેકો આપવા હું આતુર છું.”

ટ્રેડિંગ, બ્રોકિંગ અને કોમોડિટીઝના પટેલના અનુભવે બજારો પ્રત્યેની તેમની સમજ તેમજ જોખમ, મૂડી ફાળવણી અને સંસ્થા નિર્માણ પ્રત્યેના તેમના અભિગમને ઘડ્યો છે. આરવી ફેમિલી ઑફિસ મારફતે તેઓ સ્થાપકો અને વિકસતા વ્યવસાયોને રોકાણ, કેપિટલ પ્લાનિંગ અને બિઝનેસ કનેક્શન્સમાં પણ સહાય કરે છે.

વ્યવસાયિક જોડાણની સાથે સાથે, પટેલ ગુજરાત અને પેરુ વચ્ચે વધુ પરિચય અને મજબૂત સંબંધો ઊભા કરે તેવા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પ્રવાસન આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો ઇરાદો ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)