અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે વધુ એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ (Entero Healthcare Solutions IPO) ખૂલ્યો છે. કંપની રૂ. 1195-1258ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 1600 કરોડનું ફંડ એકત્ર કરશે. માર્કેટ લોટ 11 શેર્સ છે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 1000 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 600 કરોડ એકત્ર કરશે. ઈશ્યૂ 13 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. જેના શેર એલોટમેન્ટ 14 ફેબ્રુઆરી અને લિસ્ટિંગ 16 ફેબ્રુઆરીએ થશે.

ગ્રે માર્કેટમાં એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સના આઈપીઓ માટે રૂ. 125થી 130 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ 11 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપે છે. આઈપીઓ ઈશ્યૂ ખૂલ્યાના પ્રથમ દિવસે 1.14 વાગ્યા સુધીમાં ઈશ્યૂ કુલ 5 ટકા ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 19 ટકા, કર્મચારીઓએ 23 ટકા અને એનઆઈઆઈ 2 ટકા અરજી કરી હતી.

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 716.40 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. કંપનીની આવક ગત નાણાકીય વર્ષમાં 30.84 ટકા વધી હતી. ચોખ્ખી ખોટમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે, કંપનીએ છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત ખોટ નોંધાવી છે. કુલ દેવું રૂ. 488.68 કરોડ (30 સપ્ટેમ્બર-23) અને નેટવર્થ રૂ. 660.54 કરોડ છે.

વિગત2022-232021-222020-21
આવક3,305.722,526.551,783.67
ચોખ્ખી ખોટ-11.10-29.44-15.35
કુલ દેવુ373.52285.03141.70

કંપની વિશેઃ

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ 2018થી હેલ્થકેર પ્રોડક્ટ્સનું વિત્તરણ કરે છે. ટેક્નોલોજી સંચાલિત પ્લેટફોર્મ ફાર્મસી, હોસ્પિટલો, અને ક્લિનિકમાં હેલ્થકેર પ્રોડક્ટ્સનું વિત્તરણ કરે છે. જેના 2023માં કુલ રિટેલ ગ્રાહકો 81400 અને 3400 હોસ્પિટલોમાં કાર્યરત છે. 1900 હેલ્થકેર પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સ સાથે કામગીરી કરે છે. 19 રાજ્યોમાં 37 શહેરોમાં 73 વેરહાઉસ ધરાવે છે.

નિષ્ણાતની નજરે આઈપીઓઃ

કંપની સતત 3 ત્રિમાસિકથી ખોટ કરી રહી છે. તેમજ ડિસ્ટ્રિબ્યૂશન બિઝનેસમાં માર્જિન નીચા હોવાથી કસ્ટમર બેઝ તુલનાએ ઘણો નીચો છે. કેશફ્લો પણ નેગેટિવ છે. આધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ દેશની ટોચની હેલ્થકેર ડિસ્ટ્રિબ્યૂશન પ્લેટફોર્મ હોવા છતાં ઈશ્યૂ પ્રાઈસ ઘણી ઉંચી છે. કંપની સતત વિસ્તરણ કરી રહી છે. હાલમાં જ એક્વિઝિશન કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)