પુણે, 13 મે: ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 31 માર્ચ, 2024ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક માટે અનઓડિટેડ નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. Q4FY24માં કામગીરીમાંથી કુલ આવક 8.27 ટકા વધી રૂ. 1235.42 કરોડ થઈ, ગતવર્ષે રૂ. 1141.06 કરોડ હતી. EBITDA 3.91 ટકા ઘટી રૂ. 208.93 કરોડ થઈ, Q4FY23માં રૂ. 217.43 કરોડ હતી. ચોખ્ખો નફો 1.95 ટકા વધી રૂ. 161.43 કરોડ થયો જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 158.35 કરોડ હતો.

નાણાકીય વર્ષ 2023-24 માટે કામગીરીમાંથી આવક FY24માં 1.81 ટકા ઘટી રૂ. 4317.43 કરોડ થઈ, જે FY23માં રૂ. 4397.05 કરોડ હતી. EBITDA રૂ. 584.85 કરોડ થઈ, FY23માં રૂ. 292.54 કરોડ હતી. ચોખ્ખો નફો FY24માં વધી રૂ. 455.30 કરોડ થયો જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 236.59 કરોડ હતો.

નાણાકીય પરિણામોના મુખ્ય અંશો (સ્ટેન્ડઅલોન): (રૂ. કરોડમાં)

વિગતQ4FY24Q4 FY23%FY24FY23%
Income1,235.421,141.068.27%4,317.434,397.05-1.81%
PBT %17.70%18.96% 14.21%6.77% 
Tax57.3058.02 158.1960.9 
PAT161.43158.351.95%455.30236.5992.44%
PAT %13.07%13.88% 10.55%5.38% 

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)