અમદાવાદ, 16 જુલાઇઃ નિફ્ટીએ 24650ની હાયર રેન્જને ટચ કર્યા પછી રેન્જની ટોપએન્ડ નજીક દોજી કેન્ડલ સાથે ક્લોઝિંગ આપ્યું છે. તે જોતાં માર્કેટમાં હવે વોલ્યૂમ્સ ઘટવા સાથે વોલેટિલિટી વધતી જોવા મળી શકે છે. નિફ્ટી માટે મહત્વનો સપોર્ટ 24300 આસપાસ જણાય છે. જે તેનું રોક બોટમ પણ ગણી શકાય. ઉપરમાં રેઝિસ્ટન્સ લેવલ 24850 પોઇન્ટ સુધી ખસતું જણાય છે. આરએસઆઇ ટ્રેન્ડ લાઇ પણ તેની એવરેજ કરતાં ઉપર છે. તેની ઉપર ટકી રહે ત્યાં સુધી માર્કેટ કરેક્શનના ચાન્સિસ ઓછા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે.

બેન્ક નિફ્ટીમાં પણ પોઝિટિવ મૂવમેન્ટ સાથે પીએસયુ બેન્ક્સની આગેકૂચ ઇન્ડેક્સને મજબૂત બનાવી રહી છે. સાથે સાથે ટેકનિકલી 20 દિવસીય એવરેજ 52250 ટકી રહી છે. તે જોતાં એવું જણાય છે કે, નજીકના ભવિષ્યમાં બેન્ક નિફ્ટી 53500ની સપાટી સર કરે તો નવાઇ નહિ.

નિફ્ટીઃ સપોર્ટ 24528- 24469, રેઝિસ્ટન્સ 24640- 24694

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52186- 52196, રેઝિસ્ટન્સ 25694- 52932

સ્ટોક્સ ટૂ વોચઃ IREDA, IRFC, ICICIBANK, HDFCBANK, IFCI, SBIN, ESCORTS, KOTAKBANK, AXISBANK, JIOFINANCE, RVNL, GMDC, VBL, TANEJA

સેક્ટર્સ ટૂ વોચઃ મેટલ્સ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, રેલવે, ડિફેન્સ, પીએસયુ, બેન્કિંગ, ફર્ટિલાઇઝર્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)