Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો Q1 નફો વધીને રૂ. 313 કરોડ
અમદાવાદ, 16 જુલાઇઃ Jio Financial Services Ltdએ ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ક્રમશઃ વધીને રૂ. 312.63 કરોડ થયો હતો જે અગાઉના ત્રણ મહિનામાં રૂ. 310.63 કરોડ હતો. વર્ષ અગાઉના ક્વાર્ટરમાં નફો રૂ. 331.92 કરોડ હતો. કુલ આવક રૂ. 417.82 કરોડ હતી, જે એક વર્ષ અગાઉ રૂ. 414.13 કરોડ અને 31 માર્ચે પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 418.18 કરોડ હતી. કુલ ખર્ચ વધીને રૂ. 79.35 કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ રૂ. 53.81 કરોડ હતો પરંતુ માર્ચ ક્વાર્ટરના અગાઉના રૂ. 103.12 કરોડ હતો. જિયો પેમેન્ટ્સ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો હિસ્સો જૂન ક્વાર્ટરના અંતે ઘટીને 21.45 ટકા થઈ ગયો છે, જે એક ક્વાર્ટર અગાઉના સમયગાળામાં 22.75 ટકા હતો. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઓટો અને 2-વ્હીલર ડિજિટલ વીમા સામે લોન શરૂ કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)