અમદાવાદ, 19 જુલાઇઃ જૂન ક્વાર્ટર માટે દાલમિયા ભારતે આવકો અને નફામાં કોઇ ખાસ ફેરફાર નહિં નોંધાવવાના કારણે બજાર તેમજ અગ્રણી બ્રોકરેજ હાઉસમાં નિરાશાજનક વાતાવરણ જોવા મળ્યું છે.

કંપનીની એકીકૃત આવક 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 0.2 ટકા ઘટીને રૂ. 3,621 કરોડ હતી, જે Q1 FY24 માં રૂ. 3,627 કરોડ હતી.

કંપનીએ જણાવ્યું હતું કે તેનો ચોખ્ખો નફો Q1FY25માં 0.7 ટકા વધીને રૂ. 145 કરોડ થયો છે. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 144 કરોડ સામે હતું. પુનીત દાલમિયા, મેનેજિંગ ડિરેક્ટર અને CEO – દાલમિયા ભારતે જણાવ્યું હતું કે, ક્વાર્ટર દરમિયાન, સામાન્ય ચૂંટણીઓ દરમિયાન સમગ્ર પ્રદેશોમાં સિમેન્ટની માંગ નબળી હોવા છતાં, અમારા વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 6.2 ટકાનો વધારો થયો હતો જ્યારે માર્જિન ગયા વર્ષના 16.9 ટકાથી વધીને 18.5 ટકા થયું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)