ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયાનો આકર્ષક IPO 15 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 665-700

IPO ખૂલશે15 ઓક્ટોબર
IPO બંધ થશે19 ઓક્ટોબર
એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ14 ઓક્ટોબર
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડરૂ. 665-700
લોટ સાઇઝ21 શેર્સ અને ગુણાંકમાં
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
IPO સાઇઝ1,21,74,046 શેર્સ
IPO સાઇઝ₹852 કરોડ
ગ્રે માર્કેટ અનઓફિસિયલ પ્રિમિયમ69 ટકા

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) કંપની ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયા લિમિટેડ તેના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઈપીઓ સાથે 15 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 19 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. આ ઓફર માટે દરેક ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ રૂ. 665થી રૂ. 700 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 21 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 21 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. આ ઓફરમાં સંપૂર્ણપણે શેરધારકો દ્વારા તેમના શેર વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. આ અંતર્ગત રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 1,21,74,046 ઇક્વિટી શેર વેચાણ માટે મૂકવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

કંપનીના પ્રમોટર્સ: અંકિત કુમાર, અરવિંદ કોંડંગી લક્ષ્મીકુમાર, સિસીલિયા ડી’સોઝા

ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક બેંગાલુરુમાં આવેલું છે. કંપની વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) છે. કંપની સર્વેલન્સ, રિકોનેસન્સ, ટાર્ગેટિંગ અને કંટ્રોલ માટે સેન્સિંગ, ડેટા પ્રોસેસિંગ, કમ્યૂનિકેશન અને ગાઇડન્સ સિસ્ટમ્સનું ડિઝાઇન, ડેવલપમેન્ટ અને તેનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટ્સમાં થર્મલ ઇમેજિંગ કોર, વેપન સાઇટ્સ, હેન્ડહેલ્ડ થર્મલ ઇમેજિંગ બાયનોક્યુલર્સ, ટાર્ગેટિંગ સિસ્ટમ્સ, મિસાઇલ સીકર્સ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ કંપનીના ટૅક્ટિકલ સિસ્ટમ્સ અને પ્લેટફોર્મ સિસ્ટમ્સ વિભાગો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, કંપની ડ્રોનના મોટા સમૂહનો સામનો કરવા માટે ડાયરેક્ટેડ એનર્જી સિસ્ટમ્સ પણ વિકસાવી રહી છે. 30 જૂન, 2026 સુધીમાં ટોન્બો ઇમેજિંગે 24 દેશોમાં 28,000થી વધુ સિસ્ટમ્સ લાગુ કરી હતી.

પ્રોડક્ટ્સની ડિઝાઇન અને ડેવલપમેન્ટ ભારતમાં સ્વદેશી ધોરણે કરતી કંપની

ટોન્બો ઇમેજિંગ તેની પ્રોડક્ટ્સની ડિઝાઇન અને ડેવલપમેન્ટ ભારતમાં જ કરે છે. તેના કારણે કંપનીના ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ અને ઇન્ફ્રારેડ પ્રોડક્ટ્સ અમેરિકાના ઇન્ટરનેશનલ ટ્રાફિક ઇન આર્મ્સ રેગ્યુલેશન્સ (આઈટીએઆર) હેઠળ લાગુ પડતા નિયંત્રણોથી મુક્ત રહે છે. નાણાંકીય વર્ષ 2024થી કંપની પોતાની પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની 100 ટકા માલિકી ધરાવે છે. કંપની એસેટ-લાઇટ ઓપરેટિંગ મોડલને અનુસરે છે. તેના બેંગાલુરુ સ્થિત આરએન્ડડી સેન્ટરમાં ડિઝાઇન, પ્રોટોટાઇપ તૈયાર કરવા અને પરીક્ષણની કામગીરી કરવામાં આવે છે, જ્યારે મોટા પાયે ઉત્પાદનનું કામ પ્રમાણિત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ભાગીદારોને સોંપવામાં આવે છે.

લિસ્ટિંગઃ કંપનીના ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)