હૈદરાબાદ, 29 જુલાઈ: હૈદરાબાદ સ્થિત સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે. માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ ઓર્ડર મળ્યો છે. આ કંપની આફ્રિકામાં તેમની આગામી 54 બેડ્સની હોસ્પિટલ માટે હોસ્પિટલ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. 7 વર્ષના સમયગાળામાં વ્હાઇટ માર્બલ સપ્લાય કરવાનો ઓર્ડર 35 મિલિયન યુએસ ડોલર  (રૂ. ૨૯૩ કરોડનો) નો હોવાનો અંદાજ છે. કંપનીની માઇનિંગ પેટાકંપનીનો આ પ્રથમ એક્સપોર્ટ ઓર્ડર છે.

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની 26 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં સુનિલ અગ્રવાલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેગરીમાં કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે.

કંપનીએ 7 જૂન 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં 1:5 (1 શેરના પાંચ શેર)ના શેર વિભાજનને મંજૂરી આપી હતી. કંપનીએ રૂ. 5ની ફેસ વેલ્યુના હાલના 1 ઇક્વિટી શેરને પ્રત્યેક રૂ. 1ના ફુલ્લી પેઇડ-અપ પાંચ ઇક્વિટી શેર્સમાં વિભાજન કરવાને મંજૂરી આપી છે. શેર વિભાજનના હેતુ માટે રેકોર્ડ તારીખ 9 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.

6 જુલાઈના રોજ મળેલી મીટિંગમાં કંપનીના બોર્ડે દિલ્હીમાં ટેક્સટાઈલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવાની મંજૂરી આપી છે.

કંપની પાસે 4 એકરમાં ફેલાયેલો આધુનિક અત્યાધુનિક પ્લાન્ટ છે જે દર વર્ષે 8.64 મિલિયન જોડી સોક્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની આગળ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 14 મિલિયન જોડી સોક્સ સુધી વધારવાની યોજના ધરાવે છે.

નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, કુલ આવક રૂ. 179.02 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2.56 કરોડ અને કુલ આવક રૂ. 69.59 કરોડ નોંધાઈ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)