અમદાવાદ, 16 ઓગસ્ટઃ રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના  લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે.

શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત લોફી હોમ સ્ટોર અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોના ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પૂર્ણ કરશે. ક્લોથિંગ સેગમેન્ટના મલ્ટી-બ્રાન્ડ આઉટલેટની માફક આ ઇનોવેટિવ સ્ટોર કોન્સેપ્ટ અમદાવાદમાં વિશિષ્ટ મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર રજૂ કરે છે.

શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે, દેશભરની ટોચની બ્રાન્ડ્સને એક છત નીચે લાવતા લોફી હોમ સ્ટોર હોમ ફર્નિશિંગની તમામ જરૂરિયાતો માટે ગો-ટુ ડેસ્ટિનેશન બનશે. લોફી સ્ટોર ત્રણ માળની બિલ્ડિંગમાં તમામ હોમ સોલ્યુશન્સ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે, જે હોમ ડેકોર, આર્ટીફેક્ટ્સ, કાર્પેટ, આઉટડોર અને ઇન્ડોર ફર્નિચર અને વ્યાપક હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ગ્રૂપે સમગ્ર ગુજરાતમાં ફર્નિચર શોરૂમ શરૂ કરવા માટે લક્ઝરી ફર્નિચર નિર્માતા સ્ટેનલી લાઇફસ્ટાઇલ સાથે ભાગીદારી કરીને ફર્નિચર સેગમેન્ટમાં નોંધપાત્ર પહેલ કરી છે.

અમદાવાદમાં ગ્રૂપે પહેલેથી જ બે સ્ટોર શરૂ કર્યાં છે – સોફા એન્ડ મોર બાય સ્ટેનલી તથા સ્ટેનલી લેવલ નેક્સ્ટ, તેમજ ગુજરાતના વધુ શહેરોમાં સ્ટોર્સ લોંચ કરવાની યોજના છે. આ ઉપરાંત શિવાલિકે તેની ઓફરિંગમાં વધારો કરવા માટે ગુજરાતમાં તેના એક્સક્લુઝિવ સેલ્સ પાર્ટનર તરીકે ઓફિસ અને વર્કસ્પેસ ફર્નિચરમાં વૈશ્વિક સ્તરે અગ્રણી હોવર્થ સાથે તથા ઘરેલુ ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ સાથે સહયોગ કર્યો છે. શિવાલિક ફર્નિચર મેન્યુફેક્ચરિંગમાં પણ પ્રવેશ કરી રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)