MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25036- 24920, રેઝિસ્ટન્સ 25230- 25309
અમદાવાદ, 30 ઓગસ્ટઃ ઓવરબોટ માર્કેટ માટે ઓવરડોઝ સમાન પોઝિટિવ કોર્પોરેટ ન્યૂઝ શરૂ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોનસ જાહેર કરી રહી છે. અદાણી જૂથ ફરી પ્રાઈમરી માર્કેટમાં સક્રીય બની રહ્યું છે. તે ઉપરાંત સંખ્યાબંધ અગ્રણી કોર્પોરેટ્સ પણ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. સોનામાં સુગંધ ભળે તેવાં અહેવાલો એ પણ છે કે વિદેશી રોકાણકારો ફરી ભારતીય ઇક્વિટી માર્કેટ્સમાં એન્ટ્રી લઇ રહ્યા છે. આવા સંજોગોમાં
“10 દિવસથી એકધારી તેજી ચાલે છે માટે માર્કેટમાં કરેક્શન પાક્કું છે એવી ચર્ચા કરવાના બદલે”
ટ્રેડર્સ અને રોકાણકારોએ સ્ટોક સ્પેસિફિક વલણ ક્રિએટ કરવા ઉપર ધ્યાન આપવું રહ્યું.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ગુરુવારે 25000 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે નવી ઐતિહાસિક ટોચ નોંધાવી છે. સાથે સાથે 25300ના લેવલ નજીક પહોંચવાની કોશિશ પણ કરી છે. નીચામાં 24850 પોઇન્ટની બોટમ મહત્વનો સપોર્ટ આપી શકે છે. આરએસઆઇ 70ના લેવલથી હાયર એન્ડથી સમાપ્ત થયો છે. સાથે સાથે ક્રોસઓવર સાથે 75નું લેવલ પણ ક્રોસ કરે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે.
RILએ 5 સપ્ટેમ્બરના રોજ બોનસ શેર ઇશ્યૂની વિચારણા કરવાની જાહેરાત કર્યા પછી ભારતીય શેરબજારોએ સુધારાની ચાલ લંબાવીને 29 ઓગસ્ટના રોજ તાજી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી હતી, જેની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના હેવીવેઇટ્સ દ્વારા લેવામાં આવી હતી. બંધ સમયે, સેન્સેક્સ 349.05 પોઈન્ટ અથવા 0.43 ટકા વધીને 82,134.61 પર અને નિફ્ટી 99.60 પોઈન્ટ અથવા 0.40 ટકા વધીને 25,152 પર હતો. GIFT નિફ્ટી ઊંચો ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની સકારાત્મક શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 25,288.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 29 ઓગસ્ટના રોજ રૂ. 3259 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2690 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
નિફ્ટીઃ સપોર્ટ 25036- 24920, રેઝિસ્ટન્સ 25230- 25309
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50963- 50784, રેઝિસ્ટન્સ 51353- 51553
સેક્ટર્સ ટૂ વોચઃ સુગર્સ, ફર્ટિલાઇઝર્સ, ઓઇલ- એનર્જી- ગ્રીન એનર્જી, આઇટી, ટેકનોલોજી, ડિફેન્સ, સિલેક્ટિવ રેલવે, સિલેક્ટિવ બેન્કિંગ ફાઇનાન્સ
STOCKS TO WATCH: INDIGO, RIL, JIOFINANCE, POLICYBZR, HDFCBANK, TATAMOTORS, TATAELEXI, RVNL, IREDA, RBLBNK, GNFC, IOC
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)