અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ 25350 પોઇન્ટના હાયર લેવલ સાથે નિફ્ટીએ મહત્વના સપોર્ટ લેવલ્સ જાળવી રાખવા સાથે ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. હવે નિફ્ટી માટેનો પોટેન્શિયલ ટાર્ગેટ 26050- 26180 પોઇન્ટ જોવા મળી શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિચી, હેવી વોલ્યૂમ્સ, કેટલાંક કોન્સોલિડેશન, કરેક્શન્સ પણ જોવા મળી શકે છે. તેથી રોકાણકારોએ સ્પોટલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર આરએસઆઇ 71ના હાયર લેવલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર સ્ટ્રોંગ પોઝિટિવ અપમૂવનો સંકેત આપે છે.

માર્કેટની શુક્રવારની સ્થિતિની વાત કરીએ તો નિફ્ટીએ મજબૂત રેલી નોંધાવી અને 20 સપ્ટેમ્બરના રોજ 375 પોઈન્ટ વધીને 25,791ની નવી બંધ સપાટીએ સમાપ્ત થયો હતો. ઈન્ડેક્સ મોમેન્ટમ ઈન્ડિકેટર્સ, આરએસઆઈ અને એમએસીડીમાં પોઝિટિવ ટ્રેન્ડ સાથે વધતી રેઝિસ્ટન્સ ટ્રેન્ડલાઈન ઉપર બંધ થયો, જે મુખ્ય છે. ટેકનિકલ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માસિક F&O એક્સપાયરી સપ્તાહમાં જોવા માટેનો આગામી રેઝિસ્ટન્સ 26,000 માર્ક હશે, પરંતુ કેટલાક કોન્સોલિડેશન પછી જ, 25,500 પર સપોર્ટ સાથે આગળ વધે તેવી શક્યતા જણાય છે.

ઇન્ડિયા VIX: એક દિવસના તીવ્ર ઘટાડા પછી વોલેટિલિટીમાં થોડો વધારો જોવા મળ્યો પરંતુ એકંદરે નીચા સ્તરે અને તમામ કી મૂવિંગ એવરેજની નીચે રહી, જે બુલ્સ માટે POSITIVE INDICATION છે. ઇન્ડિયા VIX 12.47ના સ્તરથી 2.57 ટકા વધીને 12.79 થયો હતો.

સ્ટોક્સ ટૂ વોચઃ TATACHEM, SIEMENS, MOTORSON, ICICIBANK, RELIANCE, TCS, MAZDOCK, RVNL, IREDA, JIOFINANCE

F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સ: આરતી ઇન્ડસ્ટ્રીઝ, બાયોકોન, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, જીએનએફસી, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, નાલ્કો, ઓરેકલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સોફ્ટવેર, પંજાબ નેશનલ બેંક, આરબીએલ બેંક, સેઇલ

F&O પ્રતિબંધમાંથી સ્ટોક્સ હટાવ્યા: બિરલાસોફ્ટ

નિફ્ટીઃ સપોર્ટ 25529- 25266, રેઝિસ્ટન્સ 25921- 26112

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 53199- 52604, રેઝિસ્ટન્સ 54227- 54661

સેક્ટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સ, આઇટી, ટેકનોલોજી, એફએમસીજી, પ્રાઇવેટ બેન્ક્સ, એનર્જી, ગ્રીન એનર્જી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)