MMTC-PAMP એ સૌથી શુદ્ધ 24 કેરેટ રામ લલ્લા ગોલ્ડ બાર લોન્ચ કર્યો
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (LBM) ગુડ ડિલિવરી ગોલ્ડ એન્ડ સિલ્વર રિફાઇનરી એમએમટીસી-પીએએમપી 99.99 ટકાથી વધુ શુદ્ધતા સાથે શુદ્ધતમ 24 કેરેટની સોનાની રામ લલ્લાની લગડી લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. અયોધ્યા ખાતે રામ મંદિર અને રામ લલ્લાની 3ડી ઇમેજ રજૂ કરતી આ સોનાની લગડી ઉત્કૃષ્ટ સ્વિસ કારીગરી સાથે છે. 10 ગ્રામ સોનાની આ લગડી સકારાત્મક વજન સહિષ્ણુતા સાથે શુદ્ધ સોનામાંથી બનવા સાથે તેમના ગુણોને વ્યક્ત કરે છે.
MMTC–PAMP ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિકાસ સિંહે જણાવ્યું હતું કે અમારી તાજેતરની શુદ્ધતમ સોનાની રામ લલ્લાની લગડી અમારી સિલ્વર એડિશનની લોકપ્રિય માંગના પગલે રજૂ કરવામાં આવી છે. MMTC–PAMP દ્વારા બનાવવામાં આવેલી દરેક પ્રોડક્ટ ધાતુની 999.9થી વધુ શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે આકરી શુદ્ધતા પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની પ્રમાણિતતાને માન્ય કરવા માટે દરેક એમએમટીસી-પીએએમપી પ્રોડક્ટ યુનિક નંબર ધરાવે છે અને એસેલર સર્ટિફાઇડ મિન્ટેડ કાર્ડમાં પેક થઈને આવે છે. એમએમટીસી-પીએએમપી પાસેથી ખરીદાયેલી દરેક સોના અને ચાંદીની પ્રોડક્ટ હકારાત્મક વજન સહિષ્ણુતા આપે છે જે ગેરંટી આપે છે કે ખરીદવામાં આવેલ દરેક સિક્કો અથવા લગડી જણાવેલ વજન કરતાં વધુ વજન ધરાવે છે જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને તેમના રોકાણ સામે વધુ મૂલ્ય મળે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)