MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.252 અને ચાંદીમાં રૂ.1695નો ઉછાળો
મુંબઈ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80269.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15228.1 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.65038.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19019 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1666.21 કરોડનું થયું હતું.
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19019 પોઈન્ટના સ્તરે
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10473.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75344ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75645 અને નીચામાં રૂ.75209ના સ્તરને સ્પર્શી, રૂ.75313ના આગલા બંધ સામે રૂ.252ના ઉછાળા સાથે રૂ.75565ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.61173ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.94 વધી રૂ.7499ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.275 વધી રૂ.75442ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.92042ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93884 અને નીચામાં રૂ.92006ના સ્તરને સ્પર્શી, રૂ.92045ના આગલા બંધ સામે રૂ.1695ના ઉછાળા સાથે રૂ.93740ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1640 ઊછળી રૂ.93543ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1655 ઊછળી રૂ.93542ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં સુધારોઃ
બિનલોહ ધાતુઓમાં રૂ. 1994.14 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.9.2 વધી રૂ.841.2ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.3.35 વધી રૂ.277ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.1.1 વધી રૂ.232.2ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો રૂ.1.55 વધી રૂ.185.95ના ભાવ થયા હતા.એનર્જી સેગમેન્ટમાં રૂ. 2861.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5859ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5862 અને નીચામાં રૂ.5648ના સ્તરને સ્પર્શી, રૂ.5841ના આગલા બંધ સામે રૂ.141ના ભાવઘટાડા સાથે રૂ.5700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.143 ઘટી રૂ.5706ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.5 વધી રૂ.239.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.3.4 વધી રૂ.239.9ના ભાવે બોલાયો હતો.
ક્રૂડ તેલ રૂ.141 ઘટડો કોટન-ખાંડી, મેન્થા તેલમાં નરમાઈઃ
કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.915ના ભાવે ખૂલી, રૂ.1.6 ઘટી રૂ.923ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.30 ઘટી રૂ.57500ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1664.98 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1196.62 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.28 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.91 કરોડનાં કામ થયાં હતાં.
કોમોડિટી વાયદાઓમાં રૂ.15228.1 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.65038.12 કરોડનું ટર્નઓવરઃ
એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5778.38 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4695.38 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1227.68 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 236.12 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 47.54 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 482.81 કરોડનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)