વિગતોનોર્ધર્ન આર્ક ફિનસર્વ ફંડ
સ્ટ્રક્ચરકેટેગરી 2 AIF,
ક્લોઝ એન્ડેડ
ફંડ સાઇઝરૂ. 15 અબજ
(રૂ. 5 અબજના
ગ્રીન શૂ વિકલ્પ)
સમયગાળોફર્સ્ટ ક્લોઝથી
ચાર વર્ષ
ડિપ્લોયમેન્ટ
પિરિયડ
ફાઇનલ ક્લોઝથી
6 મહિના

ચેન્નાઈ, 7 ઓક્ટોબર: નોર્ધર્ન આર્ક તેની પેટા કંપની નોર્ધન આર્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (NAIM) થકી તેના પર્ફોર્મિંગ ક્રેડિટ AIF ફંડ (કેટેગરી 2) – ફિનસર્વ ફંડના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ ફંડનું લક્ષ્ય રૂ. 5 અબજના ગ્રીન શૂ વિકલ્પ સહિત રૂ. 15 અબજનું લક્ષ્યાંકિત ભંડોળ એકત્રિત કરવાનું છે.

 ફિનસર્વ ફંડનું લક્ષ્ય એમએસએમઈ, અફોર્ડેબલ હાઉસિંગ, વ્હીકલ ફાઇનાન્સ, એગ્રીકલ્ચર ફાઇનાન્સ, માઇક્રોફાઇનાન્સ અને કન્ઝ્યુમર ફંડ જેવા 6 સેક્ટર્સમાં નાણાંકીય સમાવેશ અને આર્થિક વૃદ્ધિ પર નોંધપાત્ર અસર ઊભી કરવાનો છે.

નોર્ધર્ન આર્ક 30 જૂન, 2024 સુધીમાં તેની બેલેન્સ શીટ અને એક્ટિવ AIF ફંડ્સ દ્વારા રૂ. 1,46,390 મિલિયન ડોલરની એયુએમ સંભાળે છે. NAIM ચાર સફળ ફંડ એક્ઝિટ કરેલી છે અને કોઈપણ જાતના વિલંબ કે ડિફોલ્ટ વિના 11.72 ટકા-15.77 ટકાનું ખર્ચ પછીનું અને કરવેરા પૂર્વેનું નેટ ફંડ રિટર્ન્સ પૂરું પાડ્યું છે.

નોર્ધર્ન આર્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ મેહરોત્રાએ જણાવ્યું હતું કે નોર્ધર્ન આર્કની પેટાકંપની NAIM દ્વારા અમે શરૂઆતથી નાણાંકીય સંસ્થાનોમાં રૂ. 1,00,500 મિલિયનનું રોકાણ કર્યું છે. 328 ઓરિજિનેટર પાર્ટનર્સ, 50 રિટેલ લેન્ડિંગ પાર્ટનર્સ, 1,000થી વધુ ઇન્વેસ્ટર્સ પાર્ટનર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)