મુંબઈ, 7 ઓક્ટોબર:  સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મલ્ટી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ એક્સ્ટ્રા આલ્ફા જનરેટ કરવાની તક પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ફંડ સંભવિત વૃદ્ધિ માટે સ્મોલર કેપ એલોકેશન, પ્રોપરાઇટરી મોડલનો ઉપયોગ કરીને સ્ટોક પસંદગી, જોખમ ઘટાડવા માટે મંદીના સમયમાં હેજિંગ અને તમામ માર્કેટ સાઇકલ્સમાં પર્ફોર્મન્સને ઓપ્ટિમાઇઝ કરવા માટે ડાયનેમિક રિબેલેન્સિંગ કરે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 10 ઓક્ટોબર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલે છે અને 24 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે.

ઉદ્યોગમાં મલ્ટી કેપ ફંડ્સ સામાન્ય રીતે નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 બેન્ચમાર્કને અનુસરીને 50 ટકા લાર્જ કેપ સ્ટોક્સમાં, 25 ટકા મીડ કેપમાં અને 25 ટકા સ્મોલ કેપમાં ફાળવણી કરતા હોય છે. જોકે સેમ્કો મલ્ટીકેપ ઊભરતી તકો દરમિયાન નિફ્ટી500ની બહારના સ્મોલ કેપ સ્ટોક્સમાં 25 ટકા રોકાણ કરે છે. સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વિરાજ ગાંધીએ જણાવ્યું હતું કે મલ્ટી કેપ ફંડ કેટેગરી એ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સૌથી ઝડપથી વધતા સેગમેન્ટ્સ પૈકીની એક છે. આ કેટેગરીએ છેલ્લા ત્રણ વર્ષમાં 84.54 ટકાનો વિકાસ સાધ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)