સોનાના વાયદાના ભાવમાં રૂ.96 અને ચાંદીમાં રૂ.278ની વૃદ્ધિ
મુંબઈ 10,ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.54852.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7317.91 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.47533.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18655 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1024.52 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 3593.40 કરોડનાં કામકાજ
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75070ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75166 અને નીચામાં રૂ.74959ના સ્તરને સ્પર્શી, રૂ.74934ના આગલા બંધ સામે રૂ.96 વધી રૂ.75030ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.60423ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.7369ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.60 વધી રૂ.74572ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89095ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89376 અને નીચામાં રૂ.88830ના મથાળે અથડાઈ, રૂ.88872ના આગલા બંધ સામે રૂ.278 વધી રૂ.89150ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.269 વધી રૂ.89100ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.259 વધી રૂ.89118ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18655 પોઈન્ટના સ્તરે
બિનલોહ ધાતુઓમાં રૂ. 2278.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.2.65 ઘટી રૂ.823.6ના ભાવ થયા હતા. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.1.45 વધી રૂ.277.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 95 પૈસા વધી રૂ.233.6ના ભાવ થયા હતા. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 85 પૈસા ઘટી રૂ.180.7ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1450.25 કરોડનાં કામકાજ, ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા
એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.6190ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6269 અને નીચામાં રૂ.6175ના સ્તરને સ્પર્શી, રૂ.6119ના આગલા બંધ સામે રૂ.106 વધી રૂ.6225ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.102 વધી રૂ.6227ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.1 ઘટી રૂ.219.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.3.2 ઘટી રૂ.219.7ના ભાવે બોલાયો હતો.
કોટન-ખાંડી વાયદો રૂ.290 વધ્યો, નેચરલ ગેસ અને મેન્થા તેલ ઢીલાઃ
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 698.94 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 751.31 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 7.45 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 7.86 કરોડનાં કામ થયાં હતાં.કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.918ના ભાવે ખૂલી, 40 પૈસા ઘટી રૂ.922.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.290 વધી રૂ.57100ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7317.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.47533.29 કરોડનું ટર્નઓવરઃ
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 1893.60 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1699.80 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1634.62 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 181.11 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 63.18 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 399.20 કરોડનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)