Surat, 14 ઓક્ટોબર: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની સબ્સિડીયરી સ્ટાર બિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડે તાજેતરમાં જ તેના ખેડા યુનિટમાં 800 કિલોવોટ સોલર રૂફટોપ પાવર પ્લાન્ટ લગાવવાનો ઓર્ડર આપ્યો છે.  આ ઉપરાંત સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ જેવા સંયુક્ત સાહસ હેઠળ નવી સ્થાપિત સુવિધામાં 1350 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. કુલ રૂ. 7.23 કરોડના રોકાણ સાથે, આ ઇન્સ્ટોલેશન નાણાકીય વર્ષના અંત સુધીમાં (31 માર્ચ, 2025) પૂર્ણ થવાની ધારણા છે.

આ પહેલા કંપનીએ ઉમરગાંવ પ્લાન્ટમાં 700 કિલોવોટ અને વાડા પ્લાન્ટમાં 625 કિલોવોટનો રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કર્યો છે. વધારાના 2150 કિલોવોટના નવા ઓર્ડરની આ જાહેરાત સાથે, બિગબ્લોકની કુલ સૌર ક્ષમતા હવે કંપની અને તેની સહાયક કંપનીઓમાં આશરે 3475 કિલોવોટ સુધી પહોંચી જશે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સના ચેરમેન નારાયણ સાબુએ જણાવ્યું હતું કે, સ્ટારબિગબલોક બિલ્ડિંગ મટિરિયલ પ્લાન્ટમાં 800 કિલોવોટનો સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવા ઉપરાંત અમારા જોઇન્ટ વેન્ચર સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં 1350 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)